Pramāṇa · Search · About · API

Viyahapannatti 281

Viyāhapannatti: ṭīkānusārī vivecana 281

Language
Gujarati

281

વિવેચન :–૧૮૩
બીજી તિથિની અપેક્ષાએ અધિકતર જીવાભિગમથી લવણસમુદ્રની વક્તવ્યતા જાણવી. ક્યાં સુધી? લોકસ્થિતિ સુધી. તે આ છે - ભગવન્‌! ચૌદશાદિ તિથિમાં લવણસમુદ્ર વધારે કેમ વધે છે - ઘટે છે? લવણસમુદ્ર મધ્યે ચારે દિશામાં ચાર મોટા પાતાળ કળશો છે. જે લાખ યોજન પ્રમાણ છે. તેના નીચલા ત્રિભાગમાં વાયુ, વચ્ચે પાણી અને વાયુ અને ઉપર પાણી છે. બીજા પણ નાના પાતાળ કળશો છે. તે ૧૦૦૦ યોજન પ્રમાણ છે તેની સંખ્યા ૭,૮૮૪ છે. તેમાં પણ વાયુ આદિ વિભાગ છે. તે વાયુના ક્ષોભથી આ વધારો-ઘટાડો થાય છે. લવણસમુદ્ર જંબૂદ્વીપને કેમ ડૂબાડતો નથી? અરહંતાદિના પ્રભાવથી કે લોકસ્થિતિથી.

Linked texts (1)