Viyahapannatti 283
Viyāhapannatti: ṭīkānusārī vivecana 283
- Language
- Gujarati
283
‘ભગવતી’ સૂત્ર-૧૮૪ :– [૩/૪/૧૮૪]
ભગવન્! ભાવિતાત્મા અણગાર વૈક્રિય સમુદ્ઘાતથી સમવહત થયેલ અને યાનરૂપે ગતિ કરતા દેવને જાણે, જુએ? ગૌતમ! કોઈ દેવને જુએ પણ યાનને ન જુએ, કોઈ યાનને જુએ પણ દેવને ન જુએ. કોઈ દેવ અને યાન બંનેને જુએ. કોઈ દેવ કે યાન બંનેને ન જુએ.
ભગવન્! ભાવિતાત્મા અણગાર, વૈક્રિય સમુદ્ઘાતથી સમવહત થયેલી અને યાનરૂપે ગતિ કરતી દેવીને જાણે, જુએ? ગૌતમ! પૂર્વવત્ જાણવું... ભગવન્! ભાવિતાત્મા અણગાર, વૈક્રિય સમુદ્ઘાતથી સમવહત થયેલા અને યાનરૂપે ગતિ કરતા એવા દેવીવાળા દેવને જાણે, જુએ? ગૌતમ! કોઈ દેવીવાળા દેવને જુએ, યાનને ન જુએ૦
ભગવન્! ભાવિતાત્મા અણગાર, વૃક્ષના અંદરના ભાગને જુએ કે બહારના ભાગે જુએ? ચાર ભાંગા કહેવા.
એ રીતે મૂલને જુએ કે સ્કંદને જુએ? અહીં પણ ચાર ભાંગા કહેવા. એ રીતે મૂલ અને બીજનો સંયોગ કરવો. એ રીતે કંદ સાથે પણ જોડવું યાવત્ બીજ. એ રીતે યાવત્ પુષ્પની સાથે બીજનો સંયોગ કરવો...
ભગવન્! ભાવિતાત્મા અણગાર વૃક્ષનું ફળ જુએ કે બીજ જુએ? ચાર ભંગ કહેવા.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit