Pramāṇa · Search · About · API

Viyahapannatti 30

Viyāhapannatti: ṭīkānusārī vivecana 30

Language
Gujarati

30

‘ભગવતી’ સૂત્ર-૧૮ :– [૧/૧/૧૮]
હે ભગવન્‌! જે પુદ્ગલોને તૈજસ-કાર્મણપણે ગ્રહણ કરે છે તેને અતીતકાલે કે વર્તમાનકાળે કે ભાવિકાલે ગ્રહણ કરે છે? ગૌતમ! અતીત કે ભાવિ કાળે ગ્રહણ કરતા નથી, વર્તમાનકાળે ગ્રહણ કરે છે.
નૈરયિકો તૈજસ-કાર્મણપણાથી ગૃહિત પુદ્ગલો ઉદીરે તે શું અતીતકાળના કે વર્તમાનના કે આગામી કાળના પુદ્ગલોની ઉદીરણા કરે? ગૌતમ! અતીતકાળમાં ગૃહિત પુદ્ગલોને ઉદીરે છે પણ વર્તમાન અને ભાવિ કાળનાની નહીં. એ રીતે વેદે છે, નિર્જરે છે.

Linked texts (1)