Viyahapannatti 290
Viyāhapannatti: ṭīkānusārī vivecana 290
- Language
- Gujarati
290
વિવેચન :–૧૮૮
બાહ્ય-ઔદારિક શરીરથી ભિન્ન અર્થાત્ વૈક્રિય પુદ્ગલોને. વૈભાર નામક રાજગૃહ ક્રીડા પર્વતને. ઓળંગવા કે વારંવાર ઓળંગવા. - એમ બને નહીં, કેમ કે વૈક્રિય પુદ્ગલના ગ્રહણ વિના વૈક્રિયકરણનો જ અભાવ છે. પર્વતનું ઉલ્લંઘન કરનારે પર્વતાતિક્રમી એવા મોટા વૈક્રિય શરીર સિવાય, પર્વતને ન ઓળંગી શકે. તે માટે બાહ્ય પુદ્ગલો ગ્રહણ કરવા જરૂરી છે... પશુ-પુરુષ આદિના જેટલા રૂપો, એટલા વિકુર્વીને સમ પર્વતને વિષમ, વિષમ પર્વતને સમ કરે છે. શું કરીને? વૈભાર પર્વતમાં પ્રવેશીને.
માયી - માયાવાળો, ઉપલક્ષણથી સકષાયી, પ્રમત્ત. કેમ કે અપ્રમત્ત વૈક્રિયરૂપ કરતો નથી. પ્રણીત - ચીકાશ ઝરતાં બિંદુ. વામેતિ - વર્ણ, બલાદિ માટે વમન કે વિરેચન કરે છે. પ્રણીત ભોજન અને વમન દ્વારા વૈક્રિયકરણ થાય છે.. બહલી - કઠણ, પયણુ - પાતળું. -આહારના પુદ્ગલો શ્રોત્રેન્દ્રિયાદિરૂપે પરિણમે છે. અન્યથા શરીરથી દૃઢતા અસંભવ છે. અમાયી-અકષાયીપણાને લીધે વિક્રિયાનો ઈચ્છુક ન હોવાથી વમન કરતો નથી. પાસવણત્તાએ - અહીં ‘યાવત્’ શબ્દથી-શ્લેષ્મ, નાસિકામળ, વમન, પિત્ત, પૂતિપણે - એમ જાણવું. લુખું ખાનારને આહારાદિ પુદ્ગલો ઉચ્ચારાદિરૂપે પરિણમે.
હવે માયી-અમાયીનું ફળ કહે છે. વિકુર્વણાકરણ અને પ્રણીત ભોજનની આલોચનાદિ ન કરે. જો કરે તો તે અમાયી કહેવાય. તે આલોચનાદિ પછી કાળ કરે, માટે તેને આરાધના છે.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit