Pramāṇa · Search · About · API

Viyahapannatti 298

Viyāhapannatti: ṭīkānusārī vivecana 298

Language
Gujarati

298

વિવેચન :–૧૯૩
આત્મરક્ષક દેવોનું વર્ણન – સન્નદ્ધ, બદ્ધ, બખ્તરવાળા, દોરી ચડાવી ધનુષ્યને તૈયાર કરેલ, શરાસન પટ્ટી બાંધેલા, ગ્રૈવેયક પહેરેલા, ચિંધપટ્ટોને બાંધેલા, આયુધ-અસ્ત્ર ગ્રહણ કરેલા, ત્રિનમિત, ત્રિસંધિક, વજ્રમયકોટિક ધનુષ્ય ગ્રહણ કરેલ, મર્યાદાવાળા તીર સમૂહને ધારણ કરેલા, નીલ-પીત-રક્તપાણિ, ચારુ ચાપચર્મદંડ ખડ્ગપાશપાણિ, - X - આત્મરક્ષક, રક્ષોપગક, ગુપ્ત, ગુપ્તપાલિત, યુક્ત, યુક્તપાલિત એ બધા દેવો વારા ફરતી એક એક, ઉચિત કાળે કિંકર પેઠે રહે છે. [વૃત્તિકાર મહર્ષિએ ‘સન્નદ્ધ’થી ‘યુક્તપાલિત’ શબ્દના પ્રત્યેકના અર્થ નોંધેલ છે, જે અમે અહીં નોંધતા નથી. ‘રાયપ્પસેણિય’માં તે જોવા.]
પુસ્તકાંતરમાં આ પાઠ મૂળમાં જ છે. ચમરની જેમ બધાં ઈન્દ્રોના સામાનિક કરતાં ચારગણા આત્મરક્ષક દેવો હોય છે. સામાનિક દેવો આ રીતે – ચમરેન્દ્રના ૬૪,૦૦૦, બલીન્દ્રના ૬૦,૦૦૦, બાકીના ભવનપતિના પ્રત્યેકના છ-છ હજાર. શક્રના ૮૪,૦૦૦, ઈશાનના ૮૦,૦૦૦, સનત્કુમારના ૭૨,૦૦૦, માહેન્દ્રના ૭૦,૦૦૦, બ્રહ્મેન્દ્રના ૬૦,૦૦૦, લાંતકે ૫૦,૦૦૦, શુક્રે ૪૦,૦૦૦, સહસ્રારે ૩૦,૦૦૦, પ્રાણતે ૨૦,૦૦૦ અચ્યુતે ૧૦,૦૦૦ સામાનિકો છે. - X - X –

Linked texts (1)