Pramāṇa · Search · About · API

Viyahapannatti 31

Viyāhapannatti: ṭīkānusārī vivecana 31

Language
Gujarati

31

વિવેચન :–૧૮
સૂત્ર- સ્પષ્ટ છે. વિશેષ આ - તૈજસ શરીર, કાર્મણ શરીરપણે. સમય કાળરૂપ લેવો, સમાચાર રૂપ નહીં. કાળ પણ સમયરૂપ લેવો વર્ણાદિ સ્વરૂપ નહીં. એ રીતે બંને પરસ્પર વિશેષણ થઈ કાલ-સમય શબ્દ બન્યો. અતીત એવો જે કાળ-સમય તે અતીત કાળ સમય અથવા અતીતકાળ એટલે ઉત્સર્પિણી આદિ.
સમય - પરમ નિકૃષ્ટ અંશ તે અતીતકાળ સમય તેમાં. પ્રત્યુત્પન્ન - વર્તમાનકાળ. ભૂત અને ભાવિ કાળ વિષયરહિત હોવાથી. અતીત અને અનાગતકાળ વિષયક પુદ્ગલ ગ્રહણનો પ્રતિષેધ કર્યો છે, કેમ કે ભૂતકાળ વિનષ્ટ છે અને ભાવિકાળ અનુત્પન્ન છે. તેઓ બંને અસત્‌ છે. તેથી વિષયાતીત છે. વળી વર્તમાન પણ અભિમુખ પુદ્ગલોને જ ગ્રહે છે, બીજાને નહીં.
(૧) જેઓનો ગ્રહણ સમય વર્તમાન સમયની પુરોવર્તી છે અર્થાત્‌ જેઓને ગ્રહણ કરવાના છે. (૨) ઉદીરણા પૂર્વ કાળે ગૃહિતની જ થાય. - X - X - (૩) વેદના અને (૪) નિર્જરા સૂત્રની પણ આ રીતે ઉપપત્તિ કરવી.
હવે કર્માધિકારથી જ આ આઠ સૂત્રોને કહે છે –

Linked texts (1)