Viyahapannatti 302
Viyāhapannatti: ṭīkānusārī vivecana 302
- Language
- Gujarati
302
‘ભગવતી’ સૂત્ર-૧૯૫ થી ૧૯૮ :– [૩/૭/૧૯૫ થી ૧૯૮]
[૧૯૫] દેવેન્દ્ર દેવરાજ શક્રના યમ લોકપાલનું વરશિષ્ટ નામે મહાવિમાન ક્યાં આવેલ છે? ગૌતમ! સૌધર્માવતંસક મહાવિમાનની દક્ષિણે સૌધર્મકલ્પથી અસંખ્ય હજાર યોજન ગયા પછી શક્રેન્દ્રના યમ લોકપાલનું વરશિષ્ટ નામક મહાવિમાન છે. તે ૧૨ll લાખ યોજન લાંબુ-પહોળું છે, ઈત્યાદિ ‘સોમ’ના વિમાન માફક યાવત્ અભિષેક,રાજધાની,પ્રાસાદ પંક્તિ સંબંધે પણ એ જ રીતે સમજવું.
શક્રેન્દ્રના યમ લોકપાલની આજ્ઞામાં યાવત્ આ દેવો રહે છે. તે આ – યમકાયિક, યમદેવકાયિક, પ્રેતકાયિક, પ્રેતદેવકાયિક, અસુરકુમાર, અસુરકુમારી, કંદર્પ, નરકપાલ, અભિયોગો અને તેવા બીજા બધાં દેવો તેની ભક્તિવાળા, પક્ષવાળા, તાબે રહેનારા છે. - X -
જંબૂદ્વીપના મેરુ પર્વતની દક્ષિણે જે આ ઉત્પન્ન થાય છે – ડિંબ, ડમર, કલહ, બોલ, ખારો, મહાયુદ્ધ, મહાસંગ્રામ, મહાશસ્ત્ર પતન, એ પ્રમાણે મહાપુરુષના મરણ, મહારુધિરનિપાત, દુર્ભૂત, કુલરોગ, ગ્રામ રોગ, મંડળ રોગ, નગરરોગ, શીર્ષવેદના, અક્ષીવેદના, કર્ણ-નખ-દંત વેદના, ઈન્દ્રગ્રાહ, સ્કંદગ્રાહ, કુમારગ્રાહ, યક્ષગ્રાહ, ભૂતગ્રાહ, એક-બે-ત્રણ કે ચાર દિવસે આવતો તાવ, ઉદ્વેગો, ખાંસી, શ્વાસ, સોસ, તાવ, દાહ, કચ્છકોહણ, અજીર્ણ, પાંડુરોગ, હરસ, ભગંદર, હૃદયશૂળ, મસ્તક-યોનિ-પડખાં-કુક્ષી શૂળ, ગામ-નગર-ખેડ-કર્બટ-દ્રોણમુખ -મડંબ-પટ્ટણ-આશ્રમ-સંબાહ-સંનિવેશની મરકી, પ્રાણ-ધન-જન-કુલનો ક્ષય, વ્યસનંભૂત અનાર્ય અને તેવા પ્રકારના બીજા બધાં પણ, તે શક્રેન્દ્રનો યમ લોકપાલ કે યમકાયિક દેવોથી યાવત્ અજાણ્યાં નથી. ..... શક્રેન્દ્રના યમ લોકપાલને આ દેવો અપત્યરૂપ અભિમત છે.
[૧૯૬, ૧૯૭] અંબ, અંબરિષ, શ્યામ, શબલ, રુદ્ર, ઉપરુદ્ર, કાલ, મહાકાલ, અસિપત્ર, ધનુષ્, કુંભ, વાલુ, વૈતરણી, ખરસ્વર અને મહાઘોષ એ પ્રમાણે પંદર છે.
[૧૯૮] દેવેન્દ્ર દેવરાજ શક્રના યમલોકપાલનું આયુષ્ય ત્રિભાગ સહિત પલ્યોપમ છે. તેના અપત્યરૂપ અભિમત દેવોનું આયુ એક પલ્યોપમ છે. એવી મહાઋદ્ધિવાળો યાવત્ યમલોકપાલ છે.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit