Viyahapannatti 303
Viyāhapannatti: ṭīkānusārī vivecana 303
- Language
- Gujarati
303
વિવેચન :–૧૯૫ થી ૧૯૮
પ્રેતકાયિક-વ્યંતર વિશેષ, પ્રેતકાયિક દેવોના સંબંધી તે પ્રેતદેવકાયિક, કંદર્પ - કંદર્પ ભાવનાથી વાસિત હોવાથી કંદર્પ દેવોમાં ઉપજેલા, આભિયોગ - અભિયોગ ભાવનાથી ભરપૂર હોવાથી આભિયોગિક દેવોમાં ઉપજેલ, ડિંબ - વિઘ્નો, ડમર - ઉપદ્રવવિશેષ, કલહ - શબ્દોથી રાડ, બોલ - અવ્યક્ત અક્ષર ધ્વનિ સમૂહ, ખાર - પરસ્પર મત્સર, મહાયુદ્ધ-વ્યવસ્થારહિત મોટી લડાઈ, મહાસંગ્રામ - વ્યવસ્થાવાળી અને ચક્રાદિ વ્યૂહરચનાવાળી મોટી લડાઈ, - X -દુર્ભૂત-લોકો અને ધાન્યને નુકશાનકર્તા જૂ, માંકડ, ઉંદરાદિ જીવો. ઈન્દ્રગ્રહ આદિ ગાંડપણના કારણો, ઉદ્વેગ - ઈષ્ટ વિયોગાદિ જન્ય કે ચોરાદિનો ઉપદ્રવ. કક્ષકોહ - શરીરના એક ભાગનો સડો. - X -
અમ્બ આદિ - અસુર નિકાયવર્તી ૧૫-પરમાધામી દેવો. તેમાં (૧) અંબ-નારકોને ઊંચેથી પડતા મૂકે. (૨) અંબરીષ-નારકોના ટુકડા કરી ભાઠામાં પકવવા યોગ્ય બનાવે. (૩) શ્યામ-નારકોને શાતન આદિ કરે અને કાળા વર્ણના. (૪) શબલ-નારકોના આંતરડા, હૃદયાદિ ફાડી નાંખે, કાબરચીતરા વર્ણના. (૫) રૌદ્ર-નારકોને ભાલાદિમાં પરોવે. (૬) ઉપરૌદ્ર-નારકોના અંગોપાંગ ભાંગી નાંખે. (૭) કાલનારકોને કડાયા આદિમાં રાંધે, કાળા વર્ણના. (૮) મહાકાલ-નારકોના ચીકણા માંસને ખાંડીને ખાય, વર્ણથી મહાકાળા. (૯) અસિ-નારકોને તલવારથી છેદે, (૧૦) અસિપત્ર-તલવાર આકારના પાંદડા વિકુર્વે. (૧૧) ધનુ કે કુંભ - ધનુષ્ દ્વારા નારકોના કાન વગેરેને છેદે, ભેદે, બીજી પણ પીડા કરે તે ધનુ - નારકોને ઘડાદિમાં નાંખી રાંધે તે કુંભ, (૧૨) વાલુક-કદમ્બના ફૂલ જેવી વેળુમાં નારકોને રાંધે. (૧૩) વૈતરણી - લોહી અને પિત્તથી ભરેલ વૈતરણી નદી બનાવે. (૧૪) ખરસ્વર-વજ્ર જેવા કાંટાવાળા ઝાડ પર ચડાવી નારકોને ચીસો પડાવે. (૧૫) મહાઘોષ-રાડો પાડી ભાગતા નારકોને વાડામાં પૂરી દે.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit