Pramāṇa · Search · About · API

Viyahapannatti 304

Viyāhapannatti: ṭīkānusārī vivecana 304

Language
Gujarati

304

‘ભગવતી’ સૂત્ર-૧૯૯ :– [૩/૭/૧૯૯]
દેવેન્દ્ર દેવરાજ શક્રના વરુણ લોકપાલનું સ્વયંજ્વલ નામક મહાવિમાન ક્યાં આવેલ છે? ગૌતમ! સૌધર્મા-વતંસક મહાવિમાનની પશ્ચિમે સૌધર્મકલ્પ છે, ત્યાંથી અસંખ્ય યોજન ગયા પછી યાવત્‌ બધું સોમ લોકપાલની જેમ જાણવું. તેમજ વિમાન, રાજધાની, યાવત્‌ પ્રાસાદાવતંસકો વિશે સમજવું, માત્ર નામમાં ફેરફાર છે.
શક્રના વરુણ લોકપાલની આજ્ઞામાં યાવત્‌ આ દેવો રહે છે – વરુણકાયિક, વરુણ દેવકાયિક, નાગકુમાર, નાગકુમારી, ઉદધિકુમાર, સ્તનિતકુમાર, સ્તનિતકુમારી અને બીજા પણ તેવા પ્રકારના દેવો, તેની ભક્તિવાળા યાવત્‌ રહે છે. ..... જંબૂદ્વીપના મેરુ પર્વતની દક્ષિણે જે આ ઉત્પન્ન થાય છે – અતિવૃષ્ટિ, મંદવૃષ્ટિ, સુવૃષ્ટિ, દુર્વુષ્ટિ, ઉદકોદ્‌ભેદ, ઉદકોત્પીલ, અપવાહ, પ્રવાહ, ગામવાહ યાવત્‌ સન્નિવેશવાહ, પ્રાણક્ષય યાવત્‌ તે બધાં વરુણદેવ કે વરુણકાયિક દેવોથી અજાણ્યા નથી.
શક્રેન્દ્રના વરુણ લોકપાલને આ દેવો યાવત્‌ અપત્યરૂપ અભિમત છે તે આ – કર્કોટક, કર્દમક, અંજન, શંખપાલક, પુંડ્ર, પલાશ, મોદ, જય, દધિમુખ, અયંપુલ, કાતરિક... શક્રેન્દ્રના વરુણ લોકપાલનું આયુ દેશોન બે પલ્યોપમ છે. તેના અપત્યરૂપ દેવોની આયુ એક પલ્યોપમ છે. આવો મહર્દ્ધિક યાવત્‌ વરુણ લોકપાલ છે.

Linked texts (1)