Viyahapannatti 306
Viyāhapannatti: ṭīkānusārī vivecana 306
- Language
- Gujarati
306
‘ભગવતી’ સૂત્ર-૨૦૦ :– [૩/૭/૨૦૦]
દેવેન્દ્ર દેવરાજ શક્રના વૈશ્રમણ લોકપાલનું વલ્ગુ નામે મહાવિમાન ક્યાં છે?
ગૌતમ! સૌધર્માવતંસક મહાવિમાનની ઉત્તરે છે. બધી વક્તવ્યતા સોમલોકપાલના વિમાન, રાજધાની માફક અહીં જાણવી. યાવત્ પ્રાસાદાવતંસક. ..... શક્રના વૈશ્રમણ લોકપાલની આજ્ઞા-ઉપપાત-વચન-નિર્દેશમાં આ દેવો રહે છે – વૈશ્રમણકાયિક, વૈશ્રમણ દેવકાયિક, સુવર્ણકુમાર, સુવર્ણકુમારી, દ્વિપકુમાર-કુમારી, દિશાકુમાર-કુમારી, વ્યંતર, વ્યંતરી, આવા બધાં યાવત્ રહે છે.
જંબૂદ્વીપના મેરુ પર્વતની દક્ષિણે જે આ ઉત્પન્ન થાય છે – લોઢું-તાંબું-કલાઈ-સીસુ-સોનું-રૂપુ-વજ્ર તે બધાંની ખાણો, વસુધારા, હિરણ્ય-સુવર્ણ-રત્ન-વજ્ર-આભરણ-પત્ર-પુષ્પ-ફળ-બીજ-માળા-વર્ણ-ચૂર્ણ-ગંધ-વસ્ત્રની વર્ષા, હિરણ્યથી વસ્ત્ર સુધીની તથા ભાજન અને ક્ષીરની વૃષ્ટિ, સુકાળ, દુષ્કાળ, સોંઘુ, મોંઘુ, સુભિક્ષ, દુર્ભિક્ષ, ખરીદ-વેચાણ, સંનિધિ, સંચય, નિધિ, નિધાન. ઘણાં જૂના નષ્ટ સ્વામીવાળા-સંભાળનાર ક્ષીણ થયા હોય, માર્ગ ક્ષીણ થયો હોય - ગોત્રના ઘર નાશ પામ્યા હોય-સ્વામી, સંભાળનાર, ગોત્રના ઘરનો ઉચ્છેદ થયો હોય એવા શૃંગાટક, ત્રિક, ચતુષ્ક, ચત્વર, ચતુર્મુખ, મહાપથ, ગલી, નગરની ખાળ, સ્મશાન, પર્વતની કંદરા, શાંતિગૃહ, પહાડને કોતરી બનાવેલ ઘર, સભાસ્થાનોમાં દાટેલા નિધાનો - આ બધું શક્રેન્દ્રના વૈશ્રમણ લોકપાલથી અજ્ઞાત-અદૃષ્ટ-અશ્રુત-અવિજ્ઞાત હોતું નથી.
શક્રના વૈશ્રમણ લોકપાલને આ દેવો અપત્યરૂપ અભિમત છે – પૂર્ણભદ્ર, માણિભદ્ર, શાલિભદ્ર, સુમનોભદ્ર, ચક્ર, રક્ષ, પૂર્ણરક્ષ, સદ્વાન, સર્વયશા, સર્વકામ, સમૃદ્ધ, અમોઘ, અસંગ.
શક્રના વૈશ્રમણ લોકપાલનું આયુ બે પલ્યોપમ છે અને તેના અપત્યરૂપ અભિમત દેવોનું આયુ એક પલ્યોપમ છે. વૈશ્રમણ લોકપાલ યાવત્ આવી મહાઋદ્ધિવાળો છે. ભગવન્! એમ જ છે (૨).
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit