Pramāṇa · Search · About · API

Viyahapannatti 312

Viyāhapannatti: ṭīkānusārī vivecana 312

Language
Gujarati

312

વિવેચન :–૨૦૫
જીવાભિગમનો જ્યોતિષ્ક ઉદ્દેશો આ પ્રમાણે - શ્રોત્રેન્દ્રિય વિષય યાવત્‌ સ્પર્શનેન્દ્રિય વિષય.
ભગવન્‌! શ્રોત્રેન્દ્રિય વિષયના પુદ્ગલ પરિણામ કેટલા ભેદે કહ્યા છે? ગૌતમ! બે, શુભ શબ્દપરિણામ, અશુભ શબ્દ પરિણામ.
ચક્ષુરિન્દ્રિય વિષયનો પ્રશ્ન - ગૌતમ! બે ભેદ છે - સુરૂપ પરિણામ, કુરૂપ પરિણામ. –
ઘ્રાણેન્દ્રિય વિષયનો પ્રશ્ન - ગૌતમ! બે ભેદ - સુરભિગંધ પરિણામ, દુરભિગંધ પરિણામ.
એ રીતે જિહ્વેન્દ્રિયમાં - સુરસ પરિણામ, દુરસપરિણામ.
સ્પર્શન ઈન્દ્રિયવિષય - સુખસ્પર્શ પરિણામ, દુઃખ સ્પર્શ પરિણામ.
વાચનાંતરમાં એમ કહ્યું છે કે – ઈન્દ્રિયોના વિષયો સંબંધી સૂત્ર, ઉચ્ચાવચ્ચ સૂત્ર અને સુરભિસૂત્ર એમ ત્રણે સૂત્રો અહીં કહેવા. તેમાં ઉચ્ચાવચ્ચ સૂત્ર આ પ્રમાણે –
ભગવન્‌! શું ઉચ્ચાવચ્ચ શબ્દ પરિણામથી પરિણામ પામતા પુદ્ગલો પરિણમે છે એમ કહેવાય? હા, ગૌતમ! ઈત્યાદિ - - સુરભિસૂત્ર - ભગવન્‌! સારા શબ્દ પુદ્ગલ ખરાબ શબ્દપણે પરિણમે છે? હા, ગૌતમ! ઈત્યાદિ.

Linked texts (1)