Pramāṇa · Search · About · API

Viyahapannatti 323

Viyāhapannatti: ṭīkānusārī vivecana 323

Language
Gujarati

323

વિવેચન :–૨૧૧
અનંતર દેવ વક્તવ્યતા કહી, હવે વૈક્રિય શરીર સાધર્મ્યથી નારકની વક્તવ્યતા યુક્ત નવમો ઉદ્દેશો કહે છે
લેશ્યા એ ૧૭-મું પદ છે. ત્રીજો ઉદ્દેશો કહેવો. - X - તે આ-ગૌતમ! નૈરયિક નૈરયિકોમાં ઉપજે છે, અનૈરયિક નહીં, ઈત્યાદિ - X - એમ કેમ? જેથી - નારકાદિ ભવોપગ્રાહક આયુ બાંધે, તે નારકાદિ આયુ. આયુષ્યને વેદન કરવાના પહેલા સમયથી જ ઋજુસૂત્ર નયના મતે તે નારકાદિ ભવવાળો કહેવાય. ઋજુસૂત્રનય મતે - પરાળને અગ્નિ બાળતો નથી, કદી ઘડો ફૂટતો નથી આદિ. એમ નારકી સિવાય કોઈ નરકે ઉત્પન્ન થતો નથી. નરકમાંથી કોઈ નારક છૂટો થતો નથી - - - આ ઉદ્દેશો જ્ઞાન અધિકાર સુધી કહેવો. તે આ – ભગવન્‌! કૃષ્ણલેશ્યાવાળો જીવ કેટલાં જ્ઞાનમાં વર્તે છે? ગૌતમ! બે, ત્રણ કે ચાર જ્ઞાનમાં. ઈત્યાદિ.

Linked texts (1)