Pramāṇa · Search · About · API

Viyahapannatti 331

Viyāhapannatti: ṭīkānusārī vivecana 331

Language
Gujarati

331

‘ભગવતી’ સૂત્ર-૨૧૭ :– [૫/૧/૨૧૭]
ભગવન્‌! જંબૂદ્વીપમાં દક્ષિણાર્દ્ધમાં દિવસ હોય છે, ત્યારે ઉત્તરાર્ધમાં પણ દિવસ હોય છે, જ્યારે ઉત્તરાર્ધમાં પણ દિવસ હોય છે, ત્યારે જંબૂદ્વીપમાં મેરુની પૂર્વ-પશ્ચિમે રાત્રિ હોય છે? હા, ગૌતમ! જ્યારે જંબૂદ્વીપમાં દક્ષિણાર્ધમાં પણ દિવસ હોય ત્યારે યાવત્‌ રાત્રિ હોય.
ભગવન્‌! જંબૂદ્વીપમાં મેરુ પર્વતની પૂર્વે દિવસ હોય ત્યારે પશ્ચિમમાં પણ દિવસ હોય છે, જ્યારે પશ્ચિમમાં દિવસ હોય ત્યારે જબૂંદ્વીપના મેરુની ઉત્તર-દક્ષિણે રાત્રિ હોય છે? હા, ગૌતમ! હોય છે.
ભગવન્‌! જ્યારે જંબૂદ્વીપમાં દક્ષિણાર્દ્ધમાં ઉત્કૃષ્ટ ૧૮ મુહૂર્ત્તનો દિવસ હોય છે, ત્યારે ઉત્તરાર્ધમાં પણ ઉત્કૃષ્ટ ૧૮-મુહૂર્ત્તનો દિવસ હોય છે અને ઉત્તરાર્ધમાં ઉત્કૃષ્ટ ૧૮-મુહૂર્ત્તનો દિવસ હોય ત્યારે જંબૂદ્વીપના મેરુની પૂર્વ-પશ્ચિમે જઘન્યા ૧૨-મુહૂર્ત્તની રાત્રિ હોય છે? હા, ગૌતમ! હોય છે.
ભગવન્‌! જ્યારે જંબૂદ્વીપમાં મેરુની પૂર્વે ઉત્કૃષ્ટ ૧૮-મુહૂર્ત્તનો દિવસ હોય ત્યારે જંબૂદ્વીપના પશ્ચિમમાં ઉત્કૃષ્ટ ૧૮-મુહૂર્ત્તનો દિવસ હોય અને જંબૂદ્વીપના પશ્ચિમ ઉત્કૃષ્ટ ૧૮ મુહૂર્ત્તનો દિવસ હોય ત્યારે જંબૂદ્વીપમાં મેરુની ઉત્તર-દક્ષિણે જઘન્યા ૧૨-મુહૂર્ત્ત રાત્રિ હોય? – હા, હોય.
ભગવન્‌! જંબૂદ્વીપમાં દક્ષિણાર્ધમાં ૧૮-મુહૂર્ત્તાંતર દિવસ હોય, ત્યારે ઉત્તરાર્ધમાં પણ ૧૮-મુહૂર્તાન્તર દિવસ હોય અને જ્યારે ઉત્તરાર્ધમાં ૧૨-મુહૂર્ત્તાન્તર દિવસ હોય ત્યારે જંબૂદ્વીપના મેરુની પૂર્વ-પશ્ચિમે સાતિરેક ૧૨-મુહૂર્ત્તા રાત્રિ હોય? હા, ગૌતમ! હોય. ... ભગવન્‌! જંબૂદ્વીપમાં પૂર્વમાં ૧૮-મુહૂર્ત્તાન્તર દિવસ હોય ત્યારે પશ્ચિમમાં ૧૮-મુહૂર્ત્તાન્તર દિવસ હોય અને પશ્ચિમમાં ૧૮ મુહૂર્ત્તાન્તર દિવસ હોય ત્યારે જંબૂદ્વીપના મેરુની ઉત્તર-દક્ષિણે સાતિરેક ૧૨-મુહૂર્ત્તા રાત્રિ હોય છે? હા, ગૌતમ! હોય છે.
આ પ્રમાણે આ ક્રમ વડે ઘટ-વધ કરવી. ૧૭-મુહૂર્ત્ત રાત્રિ, ૧૩-મુહૂર્ત્ત દિવસ, ૧૭-મુહૂર્ત્તાન્તર રાત્રિ, સાતિરેક, ૧૩-મુહૂર્ત્ત દિવસ હોય છે. એ રીતે ગણતાં – ૧૬ અને ૧૪, ૧૬ મુહૂર્ત્તાન્તર અને સાતિરેક-૧૪, ૧૫ અને ૧૫-૧૫ મુહૂર્ત્તાન્તર અને સાતિરેક-૧૫ યાવત્‌ ૧૩-મુહૂર્ત્તા દિવસ અને ૧૭ મુહૂર્ત્તની રાત્રિ. ૧૩-મુહૂર્ત્તાન્તર દિવસ સાતિરેક ૧૭ મુહૂર્ત્તા રાત્રિ હોય છે. જ્યારે જંબૂદ્વીપના દક્ષિણાર્ધમાં જઘન્ય ૧૨ મુહૂર્ત્તનો દિવસ હોય છે, ત્યારે ઉત્તરાર્ધમાં પણ તેમજ હોય, ઉત્તરાર્ધે તેમ હોય ત્યારે જંબૂદ્વીપના મેરુ પર્વતની પૂર્વ-પશ્ચિમ ઉત્કૃષ્ટા ૧૮-મુહૂર્ત્તા રાત્રિ હોય છે? હા, ગૌતમ! હોય છે. એ પ્રમાણે જ કહેવું.
જ્યારે જંબૂદ્વીપના મેરુ પર્વતની પૂર્વે જઘન્ય ૧૨ મુહૂર્ત્તનો દિવસ હોય ત્યારે પશ્ચિમે પણ હોય, ત્યારે જંબૂદ્વીપના મેરુની ઉત્તર-દક્ષિણે ઉત્કૃષ્ટા ૧૮-મુહૂર્ત્તની રાત્રિ હોય છે? હા, ગૌતમ! હોય છે.

Linked texts (1)