Pramāṇa · Search · About · API

Viyahapannatti 332

Viyāhapannatti: ṭīkānusārī vivecana 332

Language
Gujarati

332

વિવેચન :–૨૧૭
અહીં બે સૂર્યની હાજરીને લીધે એક વખતે બે દિશામાં દિવસ હોવાનું કહ્યું. જો કે દક્ષિણાર્ધે તથા ઉત્તરાર્ધે કહ્યું છે, તો પણ દક્ષિણ ભાગે અને ઉત્તર ભાગે સમજવું. અર્ધ શબ્દનો ‘ભાગ’ અર્થ થાય.
જો દક્ષિણ અને ઉત્તરમાં સમગ્ર જ દિવસ થાય, તો પૂર્વ-પશ્ચિમમાં રાત્રિ થાય, તેમ કહેવું કઈ રીતે યોગ્ય છે? બે અડધાના ગ્રહણથી આખું ક્ષેત્ર આવી જાય. - અહીં દક્ષિણાર્ધાદિ શબ્દથી દક્ષિણાદિ દિગ્‌ભાગ માત્ર સમજવો, અડધો નહીં. તેથી જ્યારે દક્ષિણ-ઉત્તરમાં સર્વોત્કૃષ્ટ દિવસ હોય, ત્યારે જંબૂદ્વીપના ૩/૧૦ ભાગ જેટલું જ તાપક્ષેત્ર દક્ષિણ અને ઉત્તરમાં હોય અને ૨/૧૦ ભાગ જેટલું રાત્રિ ક્ષેત્ર પૂર્વ-પશ્ચિમમાં હોય. તેથી કહે છે – સૂર્ય ૬૦ મુહૂર્ત્તે મંડલને પૂરે છે, ત્યારે ઉત્કૃષ્ટ ૧૮-મુહૂર્ત્તનો દિવસ હોય છે. ૧૮ સંખ્યા ૬૦-ના દશ ભાગ કરીને ત્રણ ભાગ રૂપે થાય છે. ૧૮-મુહૂર્ત્તનો દિવસ હોય ત્યારે ૧૨-મુહૂર્ત્તની રાત્રિ થાય છે. ૧૨ સંખ્યા, ૬૦-ના ૧૦ ભાગ કરીને બે ભાગરૂપ થાય છે.
તેમાં મેરુ પ્રત્યે આયામ ૯૪૮૬ યોજન અને ૯/૧૦ ભાગ જેટલું તાપક્ષેત્ર હોય. કેવી રીતે? મેરુનો પરિક્ષેપ ૩૧૬૨૩ યોજનથી કંઈક ન્યૂન છે. તેને ૧૦ વડે ભાંગતા - ૩/૧૦ આવે. તેનું ત્રણ ગણું છે.
લવણસમુદ્ર પ્રત્યે - ૯૪૮૬૮-૪/૧૦ તાપક્ષેત્ર હોય છે. - X - જઘન્ય રાત્રિક્ષેત્ર પ્રમાણ પણ એ રીતે છે. વિશેષ એ કે પરિધિને ૧૦-થી ભાંગીને બે વડે ગુણવું. તે ૬૩૨૪-૬/૧૦ યોજન આવે અને એટલું મેરુનું રાત્રિક્ષેત્ર છે. લવણસમુદ્રનું રાત્રિ ક્ષેત્ર ૬૩૨૪૫-૬/૧૦ છે. આયામની અપેક્ષાએ જંબૂદ્વીપ મધ્યે તાપક્ષેત્ર ૪૫,૦૦૦ યોજન છે. લવણસમુદ્રનું ૩૩,૩૩૩-૧/૩ યોજન છે. તે બંને તાપક્ષેત્રનો સરવાળો ૭૮,૩૩૩-૧/૩ યોજન છે. - - હવે ઉત્કૃષ્ટ ૧૮ મુહૂર્ત્તના દિવસ વિશે –
સૂર્યના ૧૮૪ માંડલા છે. તેમાં જંબૂદ્વીપમાં-૬૫ અને ૧૧૯ લવણસમુદ્ર મધ્યે છે. તેમાં સૌથી અંદરના મંડલમાં સૂર્ય હોય ત્યારે ૧૮-મુહૂર્ત્તનો દિવસ થાય. કેમ? જ્યારે સર્વ બાહ્ય મંડલમાં હોય ત્યારે સર્વ જઘન્ય ૧૨-મુહૂર્ત્તનો દિવસ હોય, બીજા મંડલથી આરંભી પ્રતિમંડલે મુહૂર્ત્તના ૨/૬૧ ભાગ દિવસની વૃદ્ધિ થતાં ૧૮૩-માં મંડલમાં ૬ મુહૂર્ત્ત વધે, એ રીતે ૧૮-મુહૂર્ત્તનો દિવસ થાય. તેથી ૧૨-મુહૂર્ત્તની રાત્રિ થાય છે. કેમકે અહોરાત્રના ૩૦-મુહૂર્ત્ત હોય.
જ્યારે સૂર્ય સર્વાભ્યંતર મંડલ પછીના મંડલમાં હોય ત્યારે મુહૂર્ત્તના ૨/૬૧ ભાગ હીન ૧૮-મુહૂર્ત્તનો દિવસ હોય છે. તેથી તેને ૧૮ મુહૂર્ત્તાન્તર કહ્યો. તે વખતે રાત્રિ આટલી જ વધતી હોવાથી તેને સાતિરેક ૧૨-મુહૂર્ત્તા રાત્રિ કહી. જેટલો ભાગ દિન ઘટે, તેટલી રાત્રિ વધે. આ ક્રમ વડે એમ ઉપસંહાર કર્યો. દિનમાન ઘટવુ.
સર્વાભ્યંતર મંડલમાં અનંતરમંડલથી ૩૧-માં મંડલાર્ધમાં જ્યારે સૂર્ય હોય, ત્યારે ૧૭-મુહૂર્ત્તનો દિવસ અને ૧૩ મુહૂર્ત્ત રાત્રિ. એ રીતે - X - ૬૧-માં મંડલે આવે ત્યારે ૧૬ મુહૂર્ત્ત દિવસ, ૯૨-માં મંડલાર્ધે-૧૫ મુહૂર્ત્ત દિવસ, ૧૨૨-માં મંડલે ૧૪ મુહૂર્ત્ત દિવસ, ૧૫૨-માં મંડલાર્ધે ૧૩-મુહૂર્ત્ત દિવસ, -કાળના અધિકારથી કહે છે

Linked texts (1)