Viyahapannatti 330
Viyāhapannatti: ṭīkānusārī vivecana 330
- Language
- Gujarati
330
વિવેચન :–૨૧૬
જંબૂદ્વીપમાં બે સૂર્યો છે. ઉત્તર પાસેનો પ્રદેશ તે ઉદીચીન, પૂર્વ પાસેનો પ્રદેશ તે પ્રાચીન. ઉત્તર-પૂર્વનો મધ્ય ભાગ તે ઈશાન ખૂણો, ત્યાં ક્રમપૂર્વક ઉગીને, પૂર્વ-દક્ષિણ મધ્યે-અગ્નિખૂણે ક્રમથી આવીને આથમે છે. આ ઉદય અને અસ્ત માત્ર લોકદૃષ્ટિએ જાણવું. કેમકે અદૃશ્ય થઈને તે બંને સૂર્યો દેખાય તેને લોકો ‘સૂર્ય ઉગ્યો’ એમ કહી વ્યવહાર કરે છે. દેખાતો હોય, તે દેખાતો બંધ થાય ત્યારે તે સૂર્ય આથમ્યો એવો વ્યવહાર થાય છે. કહ્યું છે–
જેમ જેમ સમયે સમયે સૂર્ય આગળ સંચરે છે, તેમ તેમ આ તરફ નિયમા રાત્રિ થાય છે. મનુષ્યોને આશ્રીને ઉગવું-આથમવું બંને ક્રિયાએ અનિયત છે, કેમકે દેશ ભેદથી કોઈક વ્યવહાર તો થાય જ છે - X - X - ઈત્યાદિ. આ સૂત્ર વડે સૂર્યની ચારે દિશામાં ગતિ બતાવી છે. તેથી જેઓ એમ માને છે કે સૂર્ય પશ્ચિમ સમુદ્રમાં પ્રવેશી પાતાળમાં જઈને ફરી પૂર્વ સમુદ્રથી ઉગે છે, તેનો મત નિષેધે છે. આ સૂર્ય બધી તરફ જતો હોય તો પણ પ્રતિનિયતપણે તેના પ્રકાશથી રાત્રિ-દિવસનો વિભાગ થાય છે, તે ક્ષેત્ર ભેદથી કહે છે –
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit