Viyahapannatti 336
Viyāhapannatti: ṭīkānusārī vivecana 336
- Language
- Gujarati
336
‘ભગવતી’ સૂત્ર-૨૨૦ :– [૫/૨/૨૨૦]
રાજગૃહનગરે યાવત્ આમ કહ્યું – ભગવન્! ઈષત્ પુરોવાત, પથ્યવાત, મંદવાત, મહાવાત વાય છે? હા.
ભગવન્! પૂર્વમાં ઈષત્પુરોવાત, પથ્યવાત, મંદવાત, મહાવાત છે? હા, છે. એ રીતે પશ્ચિમ, દક્ષિણ, ઉત્તર, ઈશાન, અગ્નિ, નૈઋત્ય, વાયવ્યમાં પણ જાણવું. - ભગવન્! જ્યારે પૂર્વમાં ઈષત્પુરોવાતાદિ ચારે વાય છે, ત્યારે પશ્ચિમમાં પણ તે વાય છે? જેમ પશ્ચિમમાં તેમ પૂર્વમાં પણ તે વાય છે? હા, ગૌતમ! જ્યારે પૂર્વમાં આ વાયુ વાય ત્યારે પશ્ચિમમાં પણ વાય. એ રીતે બધી દિશાદિમાં પણ જાણવું.
ભગવન્! ઈષત્ પુરોવાતાદિ દ્વીપમાં અને સમુદ્રમાં હોય છે? હા, હોય છે. - ભગવન્! જ્યારે દ્વીપમાં ત્યારે સમુદ્રમાં અને સમુદ્રમાં ત્યારે દ્વીપમાં આ વાયુ વાય છે? આ વાત યોગ્ય નથી. ભગવન્! એમ કેમ કહ્યું - X - X ? ગૌતમ! તે વાયુઓ અન્યોન્ય સાથે નહીં પણ જુદા સંચરે છે, લવણસમુદ્રની વેળાને અતિક્રમતા નથી. માટે એમ કહ્યું કે - યાવત્ - વાયુઓ વાય છે.
ભગવન્! ઈષત્પુરોવાતાદિ ચારે વાયુ વાય છે? હા, વાય છે. ભગવન્! તે ક્યારે વાય છે? ગૌતમ! જ્યારે વાયુકાય સ્વાભાવિક ગતિ કરે છે, ત્યારે ઈષત્પુરોવાતાદિ વાયુઓ વાય છે.
ભગવન્! ઈષત્પુરોવાતાદિ વાયુઓ છે? હા, છે. ભગવન્! ઈષત્પુરોવાતાદિ ક્યારે વાય છે? ગૌતમ! જ્યારે વાયુકાય ઉત્તરવૈક્રિય શરીરે ગતિ કરે છે, ત્યારે ઈષત્પુરોવાતાદિ યાવત્ વાય છે.
ભગવન્! ઈષત્પુરોવાતાદિ વાયુ છે? હા, છે. ભગવન્! આ વાયુઓ ક્યારે વાય છે? જ્યારે વાયુકુમાર અને વાયુકુમારીઓ સ્વ, પર કે ઉભયને માટે વાયુકાયને ઉદીરે છે, ત્યારે વાય છે.
ભગવન્! શું વાયુકાય, વાયુકાયને જ શ્વાસમાં લે છે અને મૂકે છે? ‘સ્કંદક’ ઉદ્દેશામાં કહ્યા મુજબ ચારે આલાવા જાણવા. યાવત્ અનેકલાખ વાર મરીને, સ્પર્શીને, મરે છે, સશરીર નીકળે છે.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit