Pramāṇa · Search · About · API

Viyahapannatti 337

Viyāhapannatti: ṭīkānusārī vivecana 337

Language
Gujarati

337

વિવેચન :–૨૨૦
વાયુ વાય છે? એમ સંબંધ કરવો. કેવા? થોડી ચિકાશવાળા વાયુ, વનસ્પતિ આદિને હિતકર વાયુ, ધીમે ધીમે સંચરનારા વાયુ અને પ્રચંડ = તોફાની વાયુ. મેરુની પૂર્વેથી એ રીતે આઠ દિશા.
દિશા ભેદથી વાતા વાયુ કહ્યા. હવે તે કથન દિશાના પરસ્પર મેળાપથી કહે છે. - જયા ણં૦ - અહીં બે દિશા સૂત્રો છે અને બે વિદિશા સૂત્રો છે. હવે પ્રકારાંતરથી વાયુ સ્વરૂપ નિરૂપે છે –
તેમાં દ્વીપસંબંધી અને સમુદ્રસંબંધી વાયુના સૂત્રો છે. તેમાં એકમાં ઈષત્પુરોવાતાદિ વાય, ત્યારે બીજે ન વાય. કેમકે તથાવિધ વાત દ્રવ્ય સામર્થ્ય અને વેળાના તેવા સ્વભાવથી વેળાને ન ઓળંગે.
હવે પ્રકારાંતરથી વાયુને વહેવાના સ્વરૂપને ત્રણ સૂત્રોથી દર્શાવે છે - અહીં અત્થિ ણં૦ આદિ પહેલું વાક્ય પ્રસ્તાવનાર્થે છે, માટે પુનરુક્તિની શંકા ન કરવી. રીયં - રીતિ, સ્વભાવ, વાયુ પોતાની સ્વાભાવિક ગતિથી વહે છે. ઉત્તરકિરિય - વાયુકાયનું મૂળ શરીર ઔદારિક છે, ઉત્તર શરીર વૈક્રિય છે. જે ગમન ઉત્તરશરીરને આશ્રીને થાય, તે ઉત્તરક્રિય. - X - (શંકા) એક સૂત્રથી વાયુને વહેવાના ત્રણે કારણ કહી શકાત, તો ત્રણ સૂત્રો કેમ કર્યા? સૂત્રની ગતિ વિચિત્ર છે. વાચનાંતરમાં તો ત્રણે કારણો જુદાં જુદાં વાયુ વહેવાના કહ્યા છે.
વાયુકાયના અધિકારથી જ કહે છે - વાયુકાએ ણં૦ આદિ. તેમાં પહેલું કારણ કહ્યું, બીજું અણેગે આદિ, ત્રીજું પુટ્ઠે ઉદાઈ અને ચોથું સસરીરી૦ આદિ - - વાયુકાય કહ્યું,
હવે વનસ્પતિકાયાદિ વિચારણા.

Linked texts (1)