Pramāṇa · Search · About · API

Viyahapannatti 338

Viyāhapannatti: ṭīkānusārī vivecana 338

Language
Gujarati

338

‘ભગવતી’ સૂત્ર-૨૨૧ :– [૫/૨/૨૨૧]
ભગવન્‌! ઓદન, કુલ્માષ, મદિરા આ ત્રણે કોનાં શરીરો કહેવાય? ગૌતમ! તેમાં જે ઘન દ્રવ્ય છે, તે પૂર્વભાવ પ્રજ્ઞાપના અપેક્ષાએ વનસ્પતિજીવ શરીરો છે. ત્યારપછી શસ્ત્રાતીત, શસ્ત્રપરિણમિત, અગ્નિધ્માપિત, અગ્નિઝૂષિત, અગ્નિસેવિત, અગ્નિ પરિણામિત થઈને અગ્નિજીવ શરીર કહેવાય છે. મદિરામાં જે પ્રવાહી દ્રવ્ય છે, તે પૂર્વભાવ પ્રજ્ઞાપના આશ્રીને પાણીના જીવનું શરીર છે, ત્યારપછી શસ્ત્રાતીત યાવત્‌ અગ્નિકાય શરીર કહેવાય છે.
ભગવન્‌! અસ્થિ, અસ્થિધ્યામ, ચર્મ, ચર્મધ્યામ, રોમ, શૃંગ, ખુર, નખ, રોમાદિ ધ્યામ એ કોના શરીર કહેવાય? ગૌતમ! અસ્થિ આદિ બધાં ત્રસપ્રાણ જીવશરીર છે અને બળેલા અસ્થિ આદિ પૂર્વભાવ પ્રજ્ઞાપનાથી ત્રસ પ્રાણ જીવ શરીર, બળીને અગ્નિજીવ શરીર છે.
ભગવન્‌! અંગારો, રાખ, ભુંસુ, છાણું એ કોના શરીર છે? ગૌતમ! તે પૂર્વભાવ પ્રજ્ઞાપનાથી એકેન્દ્રિય જીવનાં શરીરો યાવત્‌ પંચેન્દ્રિયજીવના શરીર પણ કહેવાય. પછી શસ્ત્રાતીત યાવત્‌ અગ્નિજીવશરીર કહેવાય.

Linked texts (1)