Viyahapannatti 339
Viyāhapannatti: ṭīkānusārī vivecana 339
- Language
- Gujarati
339
વિવેચન :–૨૨૧
- X - દારુમાં બે દ્રવ્યો છે - ઘનદ્રવ્ય અને પ્રવાહીદ્રવ્ય. જે ઘનદ્રવ્ય છે, તે અતીતપર્યાય પ્રરૂપણાથી વનસ્પતિ શરીર છે. કેમકે ઓદનાદિની પૂર્વાવસ્થા વનસ્પતિરૂપ છે. તેઓ વનસ્પતિ જીવના શરીર કહેવાય પછી અગ્નિજીવના શરીર કહેવાય - એમ સંબંધ કરવો. કેવા થયા પછી? શસ્ત્રાતીત-ખાણીયો, સાંબેલુ, યંત્રાદિથી કૂટાઈને પૂર્વ પર્યાય ઓળંગી ગયેલ. શસ્ત્ર વડે નવો પર્યાય પામેલ, અગ્નિ વડે કાળા પડી ગયેલ, અગ્નિ વડે શોષાઈને પૂર્વસ્વભાવ ખપી ગયેલ. અગ્નિ સેવિત, ગરમ થવાથી અગ્નિ પરિણામવાળા થયેલ. અથવા શસ્ત્રાતીતાદિમાં શસ્ત્ર એટલે અગ્નિ જ સમજવું - X - ઉપલ - બળેલ પથ્થર, કસટ્ટિય - કાટ, અગ્નિ વડે બીજા સ્વરૂપને પામેલ હાડકું, અંગાર-બળેલ ઈંધણ, છારિક - રાખ, ગોમય - છાણ - X - X - આ પૂર્વની અપેક્ષાએ એકેન્દ્રિય જીવના શરીરો છે. યાવત્ શબ્દથી બેઈન્દ્રિયાદિ - X - જીવ શરીર પરિણતત્વ યથા-સંભવ યોજવું, બધાં પદમાં નહીં. અંગારો અને ભસ્મ, પૂર્વે એકેન્દ્રિયના શરીરરૂપે હોય છે, કેમકે લાકડું એકેન્દ્રિય છે. ભુંસુ-જવ, ઘઉંમાંથી બને, તે પણ એકેન્દ્રિય છે ઈત્યાદિ. - X - પૃથ્વી આદિ કાયાધિકારથી અપ્કાયરૂપ લવણોદધિ-સ્વરૂપ.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit