Viyahapannatti 343
Viyāhapannatti: ṭīkānusārī vivecana 343
- Language
- Gujarati
343
‘ભગવતી’ સૂત્ર-૨૨૩ :– [૫/૩/૨૨૩]
ભગવન્! અન્યતીર્થિકો એમ કહે છે, ભાખે છે, જણાવે છે, પ્રરૂપે છે કે – જેમ કોઈ જાલગ્રંથિકા હોય, ક્રમપૂર્વક ગાંઠો દીધેલી હોય, અનંતર-પરંપર-અન્યોન્ય ગ્રથિત હોય, પરસ્પર-વિસ્તાર, ભાર અને વિસ્તાર-ભારપણે પરસ્પર સમુદાયપણે રહે છે, એ રીતે ઘણાં જીવો, અનેક લાખ જન્મોમાં, અનેક હજાર આયુથી અનુક્રમે ગ્રથિત થઈ રહે છે. તેમાંનો એક જીવ પણ એક સમયે બે આયુને અનુભવે છે, તે આ – આ ભવનું આયુ અને પરભવનું આયુ. જે સમયે આ ભવનું આયુ વેદે છે, તે સમયે પરભવનું આયુ વેદે છે. યાવત્ ભગવન્! તે કેવી રીતે?
ગૌતમ! તે અન્યતીર્થિકો જે કહે છે યાવત્ પરભવાયુ, જેઓ આમ કહે છે, તે ખોટું છે. હે ગૌતમ! હું એમ કહું છું યાવત્ પ્રરૂપું છું કે (જેમ કોઈ જાલ) અન્યોન્ય સમુદાયપણે રહે છે. તે રીતે પ્રત્યેક જીવને ઘણાં હજારો જન્મો, ઘણાં હજારો આયુઓ, અનુક્રમે ગ્રથિત થઈ યાવત્ રહે છે, એક જીવ એક સમયે એક આયુ વેદે છે, તે આ – આ ભવનું આયુ અથવા પરભવાયુ. જે સમયે આ ભવનું આયુ વેદે છે. તે સમયે પરભવાયુ ન વેદે, પરભવાયુ વેદે તે સમયે આ ભવનું આયુ ન વેદે. આ ભવના આયુને વેદવાથી પરભવાયુ વેદાતું નથી, પરભવાયુ વેદવાથી, આ ભવનું આયુ વેદાતુ નથી. એ રીતે એક જીવ એક સમયે એક આયુને વેદે છે – આ ભવનું કે પરભવનું આયુ.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit