Pramāṇa · Search · About · API

Viyahapannatti 344

Viyāhapannatti: ṭīkānusārī vivecana 344

Language
Gujarati

344

વિવેચન :–૨૨૩
જાલ એટલે મત્સ્યબંધન, તેના જેવી ગાંઠો જેની છે, તે જાલગ્રંથિકા. કેવી? ક્રમવાર ગુંથેલી, પહેલેથી છેલ્લી ગાંઠ સુધી ઉચિત ક્રમે ગુંથેલી. એ જ વાત વિસ્તારે છે - પહેલી ગાંઠથી અનંતર રહેલી ગાંઠ સાથે ગુંથેલી, એ રીતે પરંપર ગાંઠ સાથે ગુંથેલી. તાત્પર્ય એ કે – પરસ્પર એક ગાંઠ સાથે અન્ય ગાંઠ અને અન્ય સાથે અન્ય ગાંઠ એ રીતે ગુંથેલી, પરસ્પર ગુંથણીથી થયેલ વિસ્તાર વડે, પરસ્પર બીજાને લઈને થયેલ ભાર વડે, ઉક્ત બંને વિશેષણ ભેગા કરવા વડે પ્રકર્ષને જણાવતાં કહે છે – પરસ્પર વિસ્તાર અને ભારેપણાથી, પરસ્પર સમુદાય રચના વડે રહેલ છે. આ દૃષ્ટાંત કહ્યું, હવે દાર્ષ્ટાન્તિક-બોધ કહે છે – ઉક્ત ન્યાયે ઘણાં જીવો સંબંધી, અનેક દેવાદિ જન્મોમાં પ્રત્યેક જીવ ક્રમવાર પ્રવર્તેલા, અનેક જન્મોમાં ઘણાં હજાર આયુઓના સ્વામી થયા. આનુપૂર્વી ગ્રથિત આદિ પૂર્વવત્‌ જાણવા. વિશેષ એ કે – કર્મપુદ્ગલ અપેક્ષાએ ભારેપણું સમજવું. એ આયુ વેદનનો શો વિધિ છે?
એક જીવ, અનેક નહીં, તે એક સમયે ઈત્યાદિ પહેલા શતક મુજબ જાણવું. તેમનું કહેવું એ રીતે ખોટું છે કે ઘણાં જીવોના ઘણાં આયુ જાલગ્રંથિકા પેઠે રહે છે, તે બધાં, જીવનાં પ્રદેશો સાથે સંબદ્ધ છે કે નથી? જો સંબદ્ધ હોય, તો ભિન્ન ભિન્ન જીવસ્થિત આયુની જાલગ્રંથિકા માફક કલ્પના કઈ રીતે થાય? કેમકે તે બધાં આયુ જુદા જુદા જીવ સાથે જોડાયેલ છે. છતાં જાલગ્રંથિકા કલ્પવામાં આવે તો બધાં જીવોનો સંબંધ જાલગ્રંથિકા જેવો માનવો જોઈએ. તો બધાં જીવોના સર્વાયુ વેદનથી બધાં ભવ ભોગવવાનો પ્રસંગ આવે, તો દેવાદિ જન્મ પણ નહીં થાય. વળી એક જીવ એક સમયે બે આયુ વેદે, તેમ કહ્યું તે પણ ખોટું છે. - X -
હે ગૌતમ! હું કહું છું - જાલગ્રંથિકા એટલે માત્ર સાંકળી, ઘણાં નહીં પણ એક-એક જીવને અનેક આયુનો માત્ર સાંકળ જેવો સંબંધ હોય છે. એક જીવ પ્રતિ ક્રમવાર પ્રવર્તેલા એવા અનેક જન્મોનાં આ ભવનાં છેડાં સુધી ભૂતકાળે થયેલાં હજારો આયુનો સાંકળ જેવો સંબંધ છે. તેથી એક પછી એક આયુ વેદાય છે. ચાલુ ભવનું આયુ તે ઈહભવિયાયુ, પરભવનું તે પરભવાયુ. - આયુ પ્રસ્તાવથી કહે છે –

Linked texts (1)