Pramāṇa · Search · About · API

Viyahapannatti 345

Viyāhapannatti: ṭīkānusārī vivecana 345

Language
Gujarati

345

‘ભગવતી’ સૂત્ર-૨૨૪ :– [૫/૩/૨૨૪]
ભગવન્‌! જે જીવ નરકે જવાને યોગ્ય હોય, ભગવન્‌! શું તે જીવ, અહીંથી આયુ સહિત નરકે જાય કે આયુ રહિત? ગૌતમ! તે જીવ આયુ સહિત જાય, આયુરહિત નહીં. - - ભગવન્‌! તે જીવે આયુ ક્યાં બાંધ્યુ? ક્યા આ આચરણો કર્યા? ગૌતમ! પૂર્વ ભવે બાંધ્યુ અને પૂર્વ ભવે આચરણ કર્યા. એ પ્રમાણે વૈમાનિક સુધી કહેવું.
ભગવન્‌! જે જીવ, જે યોનિમાં ઉપજવા યોગ્ય હોય, તે જીવ, તે યોનિનું આયુ બાંધે? જેમકે - નૈરયિકાયુ યાવત્‌ દેવાયુ? હા, ગૌતમ! જે જીવ જે યોનિમાં ઉપજવા યોગ્ય હોય તેનું આયુ બાંધે, તે આ – નૈરયિક, તિર્યંચ, મનુષ્ય કે દેવાયુ. ... જો નરકનું આયુ બાંધે તો સાત પ્રકારે બાંધે - રત્નપ્રભા અથવા યાવત્‌ અધઃસપ્તમી પૃથ્વી નૈરયિકાયુ. તિર્યંચયોનિકાયુ બાંધતો પાંચ પ્રકારે બાંધે - એકેન્દ્રિય તિર્યંચ યોનિકાયુ આદિ બધાં ભેદો કહેવા. મનુષ્યાયુ બે ભેદે. દેવાયુ ચાર ભેદે. ભગવન્‌! એમ જ છે.

Linked texts (1)