Pramāṇa · Search · About · API

Viyahapannatti 350

Viyāhapannatti: ṭīkānusārī vivecana 350

Language
Gujarati

350

‘ભગવતી’ સૂત્ર-૨૨૬ :– [૫/૪/૨૨૬]
ભગવન્‌! છદ્મસ્થ મનુષ્ય હસે તથા ઉત્સુક થાય? ગૌતમ! હા, તેમ થાય. - - ભગવન્‌! જેમ છદ્મસ્થ મનુષ્ય હસે અને ઉત્સુક થાય, તેમ કેવલી હસે અને ઉત્સુક થાય? ગૌતમ! આ અર્થ યોગ્ય નથી. - - ભગવન્‌! એમ કેમ કહ્યું કે કેવલિ ન થાય? ગૌતમ! જીવો ચારિત્ર મોહનીય કર્મના ઉદયથી હસે છે અને ઉત્સુક થાય છે. પણ કેવલિને આ કર્મનો ઉદય નથી, માટે એમ કહ્યું કે – કેવલિ હસે કે ઉત્સુક ન થાય.
ભગવન્‌! હસતો કે ઉત્સુક થતો જીવ કેટલી કર્મપ્રકૃત્તિ બાંધે? ગૌતમ! સાત કે આઠ પ્રકારે બાંધે. એ પ્રમાણે યાવત્‌ વૈમાનિક સુધી સમજવું. ઘણાં જીવોને આશ્રીને આ પ્રશ્ન પૂછાય ત્યારે તેમાં કર્મબંધસંબંધી ત્રણ ભાંગા આવે, પણ ત્યાં જીવ, એકેન્દ્રિય ન લેવા.
ભગવન્‌! છદ્મસ્થ મનુષ્ય નિદ્રા કે પ્રચલા નિદ્રા લે? ગૌતમ! હા, તેમ કરે. હસવા આદિમાં કહ્યું, તેમ અહીં પણ કહેવું. વિશેષ એ – દર્શનાવરણીય કર્મના ઉદયથી નિદ્રા કે પ્રચલાનિદ્રા હોય. તે કેવલિને નથી. બાકી પૂર્વવત્‌. ભગવન્‌! નિદ્રા કે પ્રચલા લેતો જીવ કેટલા કર્મ બાંધે? ગૌતમ! સાત કે આઠ. એ રીતે વૈમાનિક સુધી કહેવું. બહુવચન સૂત્રમાં જીવ, એકેન્દ્રિયને વર્જીને ત્રણ ભંગ કહેવા.

Linked texts (1)