Pramāṇa · Search · About · API

Viyahapannatti 351

Viyāhapannatti: ṭīkānusārī vivecana 351

Language
Gujarati

351

વિવેચન :–૨૨૬
ઉસ્સુયાએજ્જ - વિષય આદાન માટે ઉતાવળ કરવી તે. જન્નંજીવ - જે કારણે જીવ. - X - એવં - જીવના આલાવા મુજબ નારકાદિ દંડક વૈમાનિક સુધી કહેવા. તે આ રીતે – ભગવન્‌! નૈરયિક, હસતા કે ઉત્સુક થતાં કેટલી કર્મપ્રકૃત્તિ બાંધે? ઈત્યાદિ. પૃથ્વી આદિનું હાસ્ય તેમના પૂર્વભવના પરિણામથી સમજવું. પોહત્તિએહિં - બહુવચન સૂત્રોમાં-અનેક જીવો હસતા કે ઉત્સુક થતા કેટલી કર્મપ્રકૃત્તિ બાંધે? ઈત્યાદિ. તેમાં જીવ સામાન્ય અને એકેન્દ્રિયોને છોડીને નારકાદિ ૧૯-દંડક લેવા. તેમાં ત્રણ ભંગ - જીવ અને પૃથ્વી આદિમાં ઘણાં જીવો છે, તેથી તેમાં સાત કે આઠ પ્રકારના બંધકનો એક જ ભંગ સંભવે. નારકાદિમાં ત્રણ ભંગ સંભવે – (૧) બધાં સપ્તવિધ બંધક, (૨) બધાં સપ્તવિધબંધક એક અષ્ટવિધ બંધક. (૩) બધાં સપ્તવિધ અને બધાં અષ્ટવિધ બંધક.
અહીં છદ્મસ્થ અને કેવલિના અધિકારથી આ બીજું કહ્યું – છઉમત્થે૦ નિદ્રા-સુખે જાગી શકાય તેવી ઉંઘ, પ્રચલા-ઉભો ઉભો પણ ઉંઘે. - - કેવલિ અધિકારથી મહાવીર કેવલિને આશ્રીને કહે છે–

Linked texts (1)