Pramāṇa · Search · About · API

Viyahapannatti 352

Viyāhapannatti: ṭīkānusārī vivecana 352

Language
Gujarati

352

‘ભગવતી’ સૂત્ર-૨૨૭ :– [૫/૪/૨૨૭]
ભગવન્‌! ઈન્દ્ર સંબંધી, શક્રનો દૂત, હરિણેગમેષી દેવ સ્ત્રીના ગર્ભનું સંહરણ કરતો (૧) શું ગર્ભથી ગર્ભમાં સંહરે? (૨) ગર્ભથી યોનિ માર્ગે સંહરે, (૩) યોનિથી ગર્ભમાં સંહરે? (૪) યોનિથી યોનિમાં સંહરે - [બીજી સ્ત્રીમાં મૂકે]? હે ગૌતમ! તે ગર્ભથી ગર્ભમાં ન સંહરે, ગર્ભથી યોનિમાં ન સંહરે, યોનિથી યોનિદ્વારા ન સંહરે. પણ પોતાના હાથે ગર્ભને સ્પર્શી, ગર્ભને પીડા ન થાય તે રીતે યોનિ દ્વારા ગર્ભને બહાર કાઢીને બીજી સ્ત્રીના ગર્ભાશયમાં મૂકે.
ભગવન્‌! શક્રનો દૂત હરિણેગમેષી સ્ત્રીના ગર્ભને નખની ટોચથી કે રુંવાળાના છિદ્ર વાટે અંદર મૂકવા કે બહાર કાઢવા સમર્થ છે? હા, સમર્થ છે. તે ગર્ભને કંઈપણ ઓછી કે વધુ પીડા થવા દેતો નથી. તે ગર્ભનો છેદ કરી, ઘણો સૂક્ષ્મ કરી અંદર મૂકે કે બહાર કાઢે છે.

Linked texts (1)