Viyahapannatti 353
Viyāhapannatti: ṭīkānusārī vivecana 353
- Language
- Gujarati
353
વિવેચન :–૨૨૭
અહીં જો કે ‘મહાવીર’ શબ્દ વાચક પદ દેખાતું નથી, તો પણ ‘હરિણેગમેષી’ વચનથી તે જ અનુમાન થાય છે, કેમકે હરિણેગમેષી દેવે ભગવંતનું ગર્ભાન્તર કરેલું. જો સામાન્યથી ગર્ભહરણ વિવક્ષા હોત તો માત્ર ‘દેવ’ કહ્યું હોત. તેમાં હરિ - ઈન્દ્ર, તેના સંબંધી હરિણેગમેષી. શક્રનો આજ્ઞાપાલક, પદાતિ સૈન્યાધિકારી, જેણે શક્રની આજ્ઞાથી ભગવંત મહાવીરને દેવાનંદાના ગર્ભથી ત્રિશલાના ગર્ભમાં સંહર્યા.
સ્ત્રી સંબંધી સજીવ પુદ્ગલપિંડ તે સ્ત્રી ગર્ભ, તેને બીજે લઈ જતાં, અહીં ચતુર્ભંગી છે. ગર્ભાશયમાંથી ગર્ભને બીજા ગર્ભાશયમાં મૂકવો ઈત્યાદિ - X - [સૂત્રાર્થ મુજબ જાણવું.] તેમાં બાકીના ભંગનો નિષેધ કરી ત્રીજા ભંગને સ્વીકાર્યો છે. પરામૃશ્ય - સ્ત્રી ગર્ભને તેવા પ્રકારની ક્રિયાથી સ્પર્શીને, સુખે સુખે, યોનિદ્વારથી કાઢીને, ગર્ભાશયમાં ગર્ભને મૂક્યો. અહીં યોનિથી ગર્ભને કાઢ્યો તે લોકવ્યવહાર અનુસરણ છે. કેમકે કાચો કે પાકો ગર્ભ સ્વાભાવિક રીતે યોનિથી નીકળે છે.આ તેનો ગર્ભસંહરણ આચાર કહ્યો. તેનું સામર્થ્ય કહે છે. નખની ટોચથી ગર્ભને સંહરવા કે રોમછિદ્રોથી કાઢવા તે સમર્થ છે. આબાહ - થોડી પીડા, વિબાહ - વધુ પીડા, છવિચ્છેદ - શરીર છેદ. શરીર છેદ કરીને, કેમકે તેમ કર્યા વિના નખના અગ્રભાગે પ્રવેશ કરાવવો અશક્ય છે. ગર્ભને ઘણો સૂક્ષ્મ કરીને કરે છે. - - ભગવાન મહાવીર સંબંધી ગર્ભાન્તર સંક્રમણ આશ્ચર્ય કહ્યું. હવે તેમના શિષ્ય સંબંધે કહે છે–
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit