Pramāṇa · Search · About · API

Viyahapannatti 354

Viyāhapannatti: ṭīkānusārī vivecana 354

Language
Gujarati

354

‘ભગવતી’ સૂત્ર-૨૨૮ :– [૫/૪/૨૨૮]
તે કાળે તે સમયે શ્રમણ ભગવંત મહાવીરના શિષ્ય અતિમુક્ત નામના કુમારશ્રમણ પ્રકૃતિભદ્રક યાવત્‌ વિનિત હતા. તે અતિમુક્ત કુમારશ્રમણ અન્યદા કોઈ દિવસે ભારે વરસાદ પડ્યા પછી, કાંખમાં રજોહરણ અને પાત્ર લઈને બહાર સ્થંડિલ ભૂમિએ - જવા નીકળ્યા. ત્યારે તે અતિમુક્ત કુમારશ્રમણે પાણીનું ખાબોચીયું જોયું. જોઈને ફરતી માટીની પાળ બાંધી, ‘આ મારી નાવ છે - નાવ છે’ એમ નાવિકની માફક પાત્રને નાવરૂપ કરી, પાણીમાં વહાવી છે. એ રીતે રમત રમે છે. તે સ્થવિરોએ જોયું, જોઈને જ્યાં શ્રમણ ભગવંત મહાવીર હતા, ત્યાં આવ્યા, આવીને આ પ્રમાણે કહ્યું–
હે દેવાનુપ્રિય! આપના અતિમુક્ત નામે કુમારશ્રમણ શિષ્ય છે, તો હે ભગવન્‌! તે અતિમુક્ત કુમારશ્રમણ કેટલાં ભવો કરીને સિદ્ધ થશે યાવત્‌ અંત કરશે? શ્રમણ ભગવંત મહાવીરે તે સ્થવિરોને આ પ્રમાણે કહ્યું – હે આર્યો! મારો શિષ્ય અતિમુક્ત૦ પ્રકૃતિભદ્રક યાવત્‌ વિનિત છે, તે અતિમુક્ત૦ આ જ ભવથી સિદ્ધ થશે યાવત્‌ અંત કરશે. તેથી હે આર્યો! તમે અતિમુક્ત શ્રમણની હીલના, નિંદા, ખિંસા, ગર્હા, અવમાનના કરશો નહીં.
હે દેવાનુપ્રિયો! તમે અતિમુક્ત શ્રમણને ગ્લાનિ રાખ્યા સિવાય - સાચવો, સહાય કરો, ભક્ત-પાન-વિનયથી વૈયાવચ્ચ કરો. તે અતિમુક્ત૦ અંતકર અને અંતિમ શરીરી છે. ત્યારે તે સ્થવિરોએ, ભગવંત મહાવીર પાસેથી આમ સાંભળીને ભગવંત મહાવીરને વંદી, નમી અતિમુક્તની યાવત્‌ વૈયાવચ્ચ કરી.

Linked texts (1)