Viyahapannatti 360
Viyāhapannatti: ṭīkānusārī vivecana 360
- Language
- Gujarati
360
‘ભગવતી’ સૂત્ર-૨૩૨ થી ૨૩૭ :– [૫/૪/૨૩૨ થી ૨૩૭]
[૨૩૨] ભગવન્! કેવલિ, અંતકર કે અંતિમશરીરીને જુએ, જાણે? હા, ગૌતમ! જુએ, જાણે. ભગવન્! જેમ કેવલિ અંતકર, અંતિમશરીરીને જાણે, જુએ તેમ છદ્મસ્થ તેઓને જાણે, જુએ? ગૌતમ! આ અર્થ યોગ્ય નથી. તો પણ સાંભળીને કે પ્રમાણથી જાણે, જુએ. શું સાંભળીને? કેવલિ, કેવલિના શ્રાવક, કેવલિની શ્રાવિકા, તેના ઉપાસક કે ઉપાસિકા, તેમના પાક્ષિક, પાક્ષિક શ્રાવક, શ્રાવિકા, ઉપાસક કે ઉપાસિકા પાસેથી સાંભળીને (જાણે)
[૨૩૩] તે પ્રમાણ શું છે? ચાર પ્રકારે છે - પ્રત્યક્ષ, અનુમાન, ઔપમ્ય, આગમ. અનુયોગદ્વાર સૂત્રમાં કહ્યા મુજબ પ્રમાણ જાણવું. યાવત્ તે પછી નોઆત્માગમ, નોઅનંતરાગમ, પરંપરાગમ.
[૨૩૪] ભગવન્! કેવલિ, છેલ્લા કર્મ કે છેલ્લી નિર્જરાને જાણે, જુએ? હા, ગૌતમ! જાણે, જુએ. ભગવન્! જે રીતે કેવલિ, છેલ્લા કર્મને આદિ અંતકરના આલાવા માફક બધું જ જાણવું.
[૨૩૫] ભગવન્! કેવલિ પ્રકૃષ્ટ મન કે વચનને ધારે? હા, ધારે. ભગવન્! કેવલિ, જે પ્રકૃષ્ટ મન કે વચનને ધારે. તેને વૈમાનિક દેવો જાણે, જુએ? ગૌતમ! કેટલાંક જાણે, જુએ. કેટલાક ન જાણે, ન જુએ. – એમ કેમ કહ્યું? ગૌતમ! વૈમાનિક દેવો બે ભેદે છે – માયિ મિથ્યાદૃષ્ટિ ઉત્પન્ન, અમાયિ સમ્યગ્દૃષ્ટિ ઉત્પન્ન. તેમાં જે પહેલા છે તે ન જાણે, ન જુએ. તેમાં જે બીજા છે તે જાણે, જુએ. અમાયિ૦ જાણે, જુએ એમ કેમ કહ્યું? ગૌતમ! અમાયિ સમ્યગ્ દૃષ્ટિ બે પ્રકારે-અનંતરોપપન્નક,પરંપરોપપન્નક. તેમાં અનંતરોપપન્નક ન જાણે, ન જુએ. પરંપરોપપન્નક જાણે,જુએ
ભગવન્! પરંપરોપપન્નક યાવત્ જાણે, એમ કેમ કહ્યું? ગૌતમ! પરંપરોપપન્નક બે પ્રકારે - પર્યાપ્તા, અપર્યાપ્તા. તેમાં પર્યાપ્તા જાણે, અપર્યાપ્તા ન જાણે. એ પ્રમાણે અનંતર-પરંપર-પર્યાપ્તા-અપર્યાપ્તા-ઉપયુક્ત-અનુપયુક્ત વૈમાનિકો છે, તેમાં જે ઉપયુક્ત છે, તે. જાણે, જુએ. તેથી પૂર્વવત્ કહ્યું.
[૨૩૬] ભગવન્! અનુત્તરોપપાતિક દેવો ત્યાં ઉત્પન્ન થઈને કેવલિ સાથે આલાપ-સંલાપ કરી શકે? – હા, કરી શકે. – એમ કેમ કહ્યું? ગૌતમ! અનુત્તરોપપાતિક દેવો ત્યાં રહીને અર્થ, હેતુ, પ્રશ્ન, વ્યાકરણ કે કારણને પૂછે છે, ત્યારે અહીં રહેલ કેવલિ, તે અર્થ યાવત્ કારણનો ઉત્તર આપે છે, તેથી પૂર્વવત્ કહ્યું છે. –
ભગવન્! જ્યારે અહીં રહેલ કેવલિ અર્થ યાવત્ ઉત્તર આપે, ત્યારે અનુત્તરોપપાતિક દેવો ત્યાં રહીને જાણે, જુએ? - એમ કેમ કહ્યું? ગૌતમ! તે દેવોને અનંત મનોદ્રવ્યવર્ગણા લબ્ધ, પ્રાપ્ત, અભિસન્મુખ હોય છે. તેથી જ્યારે અહીં રહેલ કેવલિ જે કહે તેને યાવત્ તેઓ જાણે અને જુએ.
[૨૩૭] ભગવન્ ! અનુત્તરોપપાતિક દેવ ઉદીર્ણમોહી છે, ઉપશાંતમોહી છે કે ક્ષીણમોહી છે? ગૌતમ! ઉદીર્ણ મોહવાળા નથી, ક્ષીણ મોહવાળા નથી, પણ ઉપશાંત મોહવાળા છે.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit