Pramāṇa · Search · About · API

Viyahapannatti 361

Viyāhapannatti: ṭīkānusārī vivecana 361

Language
Gujarati

361

વિવેચન :–૨૩૨ થી ૨૩૭
જે રીતે કેવલી જાણે છે, તે રીતે છદ્મસ્થ જાણતા નથી. તો પણ કંઈક જાણે છે, તે દર્શાવતા કહે છે – સૌચ્ચા૦ આદિ. જિનની પાસેથી ‘આ અંતકર થશે’ ઈત્યાદિ વચન સાંભળીને જાણે છે. સાંભળવાનો અર્થી થઈ, જિનની સમીપે તેના વાક્યોને સાંભળે તે કેવલિ શ્રાવક, તેના વચનો સાંભળીને જાણે છે. તે જિનની સમીપે અનેક વાક્યો સાંભળતો ‘આ અંતકર થશે’ એમ પણ સાંભળી, તેના વચનથી જાણે. સાંભળવાની ઈચ્છા વિનાનો માત્ર કેવલિને ઉપાસે તે કેવલિ ઉપાસક, તેના વચન સાંભળીને જાણે. કેવલિપાક્ષિક - સ્વયંબુદ્ધ. અહીં શ્રુત્વા એ વચનથી પ્રકીર્ણક વચન માત્ર, જ્ઞાનના નિમિત્તત્વથી જાણવું, આગમરૂપે નહીં.
પ્રમાણ-જેનાથી પદાર્થ જાણી શકાય તે, અથવા જાણવું તે. અક્ષ - જીવ, જીવ કે ઈન્દ્રિયો સાથે સંબંધિત તે પ્રત્યક્ષ. લિંગગ્રહણસંબંધ સ્મરણાદિથી થાય તે અનુમાન. સદૃશતાથી થતું પદાર્થનું ગ્રહણ તે ઉપમા, ગુરુ પરંપરાથી આવે તે આગમ. આ પ્રમાણોનું સ્વરૂપ શાસ્ત્રલાઘવાર્થે અતિદેશથી કહે છે – આ સ્વરૂપ બે ભેદે છે. ઈન્દ્રિય પ્રત્યક્ષ, નોઈન્દ્રિય-પ્રત્યક્ષ. ઈન્દ્રિયપ્રત્યક્ષ પાંચ ભેદે - શ્રોત્રાદિથી, નોઈન્દ્રિય પ્રત્યક્ષ ત્રણ ભેદે - અવધિજ્ઞાનાદિથી. અનુમાન ત્રણ ભેદે – પૂર્વવત્‌, શેષવત્‌, દૃષ્ટસાધર્મ્યવત્‌. - X - X - X - આગમ પ્રમાણ બે ભેદે – લૌકિક, લોકોત્તર અથવા ત્રણ ભેદે – સૂત્ર, અર્થ, ઉભય અથવા આત્માગમ, અનંતરાગમ, પરંપરાગમ એ ત્રણ ભેદે. અર્થથી – જિનવર, ગણધર, ગણધરના શિષ્યોને આત્મગમાદિ ત્રણ ભેદ જાણવા. સૂત્રથી ગણધર, ગણધરશિષ્ય, ગણધર પ્રશિષ્યોને આ ત્રણ ભેદ જાણવા. - X -
કેવલિ અને બીજાના પ્રસ્તાવથી આ બીજું કહે છે – કેવલિ ણં ત્યાદિ૦ ચરમકર્મ - જે શૈલેશીને છેલ્લે સમયે અનુભવાય તે. ચરમનિર્જરા - જે ચરમકર્મના અનંતર સમયે જીવપ્રદેશથી છૂટું પડે છે.
પ્રણીત - શુભપણે પ્રકૃષ્ટ. ધારેજ્જ - ધારણ કરે, વ્યાપૃત્ત કરે.
એવં અણંતરે૦ જેમ વૈમાનિકો બે ભેદે કહ્યા. માયિમિથ્યાદૃષ્ટિ જાણતા નથી. એ રીતે અમાયિ સમ્યગ્‌દૃષ્ટિ અનંતરોપપન્ન અને પરંપરોપપન્ન એમ બે ભેદે કહેવા. અનંતરોપપન્ન જાણતા નથી, પરંપરોપપન્નના બે ભેદ - પર્યાપ્તા, અપર્યાપ્તા. અપર્યાપ્તા જાણતા નથી. પર્યાપ્તાના ઉપયુક્ત, અનુપયુક્ત બે ભેદ. અનુપયુક્ત ન જાણે.
આલાપ - એકવાર બોલવું, સંલાપ - વારંવાર માનસિક બોલવું, લદ્ધા - અવધિના વિષયપણાને પામેલ. પ્રાપ્તા - અવધિ વડે સામાન્યથી જાણેલ. અભિસમન્નાગત - વિશેષથી જાણતા. કેમકે તેમના અવધિજ્ઞાનનો વિષય સંભિન્ન લોકનાડી છે. જે લોકનાડી ગ્રાહક છે, તે મનોવર્ગણા ગ્રાહક હોય. જે અવધિજ્ઞાનનો વિષય લોકનો સંખ્યેય ભાગ હોય તે અવધિજ્ઞાન મનોદ્રવ્યનું ગ્રાહક પણ હોય છે - X - X - ઉદિણ્ણમોહ - ઉત્કટ વેદમોહનીય. ઉવસંતમોહ - અનુત્કટ વેદમોહનીય કેમકે કોઈપણ રીતે મૈથુનનો સદ્ભાવ ન હોય. ક્ષપક શ્રેણીનો અભાવ હોવાથી તેઓ ક્ષીણ મોહનથી. - - કેવલિ અધિકારથી આ કહે છે –

Linked texts (1)