Viyahapannatti 362
Viyāhapannatti: ṭīkānusārī vivecana 362
- Language
- Gujarati
362
‘ભગવતી’ સૂત્ર-૨૩૮ થી ૨૪૦ :– [૫/૪/૨૩૮ થી ૨૪૦]
[૨૩૮] કેવલી ભગવંત આદાન-ઈન્દ્રિયો વડે જાણે, જુએ? ગૌતમ! એ અર્થ સમર્થ નથી. એમ કેમ કહ્યું કે ન જાણે? ગૌતમ! કેવલી પૂર્વમાં મિતને પણ જાણે અને અમિતને પણ જાણે છે. યાવત્ દર્શનાવરણરહિત છે, તેથી એમ કહ્યું કે ન જાણે, ન જુએ.
[૨૩૯] ભગવન્! કેવલી, આ સમયમાં જે આકાશપ્રદેશમાં હાથ, પગ, બાહુ, ઉરુને અવગાહીને રહે, તે પછીના ભવિષ્યકાળના-સમયમાં હાથને યાવત્ અવગાહીને રહેવા સમર્થ છે? ગૌતમ! તે અર્થ સમર્થ નથી. હે ભગવન્! એમ કેમ કહ્યું? - X - ગૌતમ! કેવલિને વીર્યપ્રધાન યોગવાળું જીવદ્રવ્ય હોવાથી તેના હાથ વગેરે ચલ હોય છે, તે ઉપકરણ ચલ હોવાથી કેવલિ આ સમયમાં જે આકાશપ્રદેશમાં હાથ યાવત્ રહે છે, એ જ આકાશપ્રદેશમાં પછીના ભવિષ્યકાળમાં હાથ વગેરે અવગાહીને યાવત્ રહેવા સમર્થ નથી. તેથી ઉપર મુજબ કહ્યું છે.
[૨૪૦] ભગવન્ ! ચૌદપૂર્વી ઘડામાંથી હજાર ઘડાને, પટમાંથી હજાર પટને, કટમાંથી કટને, રથમાંથી રથને, છત્રમાંથી છત્રને, દંડમાંથી હજાર દંડને બનાવીને દેખાડવા સમર્થ છે? હા, છે.
ભગવન્! એમ કેવી રીતે? ગૌતમ! ચૌદપૂર્વી ઉત્કરિકા ભેદ વડે ભેદાતા અનંત દ્રવ્યો લબ્ધ, પ્રાપ્ત, સન્મુખ હોય છે. તેથી પૂર્વવત્ કહ્યું છે. ભગવન્! તે એમ જ છે, એમ જ છે.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit