Viyahapannatti 363
Viyāhapannatti: ṭīkānusārī vivecana 363
- Language
- Gujarati
363
વિવેચન :–૨૩૮ થી ૨૪૦
આયાણેહિં - જેના વડે પદાર્થ ગ્રહણ થાય તે ઈન્દ્રિયો, તેના વડે કેવલિ ન જાણે. વર્તમાન સમયમાં, અવગાહીને, ભાવિકાળમાં પણ. વીર્ય એટલે વીર્યાંતરાયના ક્ષયથી જન્મેલ શક્તિ, તે પ્રધાન હોય તેવા માનસાદિ વ્યાપારયુક્ત જે વિદ્યામાન જે જીવ દ્રવ્ય. વીર્યના સદ્ભાવે પણ યોગ વિના ચલન ન થઈ શકે માટે સયોગ વડે સદ્દ્રવ્ય વિશેષિત કર્યુ. ‘સત્’ સત્તા અવધારણાર્થે છે અથવા આત્મરૂપ દ્રવ્ય તે સદ્દ્રવ્ય અથવા વીર્યપ્રધાન યોગવાળો, મન આદિ વર્ગણાયુક્ત તે વીર્ય સયોગ સદ્દ્રવ્ય. ચલ-અસ્થિર, ઉવગરણ-અંગો. અસ્થિર હોવાથી.
કેવલિ અધિકારથી શ્રુતકેવલિને આશ્રીને આ સૂત્ર- X -શ્રુતથી ઉત્પન્ન શક્તિ દેખાડવા સમર્થ છે? પુદ્ગલોના ભેદ ખંડાદિ ભેદે પાંચ પ્રકારે થાય. ઢેફા આદિ ભેદ તે ખંડભેદ. અભ્રપટલવત્ તે પ્રતરભેદ. તલ આદિ ચૂર્ણવત્ તે ચૂર્ણિકા ભેદ. કૂવાના કાંઠાની તિરાડ માફક અનુતટિકા ભેદ. એરંડાના બીજ પેઠે ભેદાય તે ઉત્કરિકા ભેદ. તે તે ભેદથી ભેદાતા. લબ્ધિવિશેષથી ગ્રહણ કરવાને યોગ્ય કરેલા, તેથી જ ગ્રહ્યાં, ઘટાદિરૂપે પરિણમાવવાને આરંભ્યા. તે વડે હજારો ઘટાદિ બતાવે. આહારક શરીર પેઠે બનાવી માણસોને દેખાડે. ઉત્કરિકા ભેદથી ભેદાયેલા દ્રવ્યો વડે ઈચ્છેલા ઘટાદિને બનાવવા સમર્થ છે, બીજા ભેદ વડે ભેદાયેલાથી નહીં, માટે અહીં ઉત્કરિકા ભેદનું ગ્રહણ કર્યુ.
શતક-૫, ઉદ્દેશો-૫ – ‘છદ્મસ્થ’
ઉદ્દેશા-૪-માં ચૌદપૂર્વી મહાનુભાવ કહ્યા. તે મહાનુભાવત્વથી તે ચૌદપૂર્વી છદ્મસ્થ હોય, તો પણ સિદ્ધ થશે, એવી શંકા નિવારવા કહે છે–
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit