Viyahapannatti 367
Viyāhapannatti: ṭīkānusārī vivecana 367
- Language
- Gujarati
367
‘ભગવતી’ સૂત્ર-૨૪૪ :– [૫/૬/૨૪૪]
ભગવન્! જીવો અલ્પાયુષ્કતાનું કર્મ કઈ રીતે બાંધે? ગૌતમ! ત્રણ કારણે - હિંસા કરીને, જૂઠ બોલીને, તથારૂપ શ્રમણ કે માહણને અપ્રાસુક, અનેષણીય, અશન, પાન, ખાદિમ, સ્વાદિમ વડે પ્રતિલાભીને. - X -
ભગવન્! જીવો દીર્ઘાયુષ્કતાનું કર્મ કઈ રીતે બાંધે? ગૌતમ! ત્રણ કારણે - હિંસા ન કરીને, જૂઠ ન બોલીને, તથારૂપ શ્રમણ, માહણને પ્રાસુક, એષણીય અશનાદિથી પ્રતિલાભીને દીર્ઘાયુષ્ક કર્મ બાંધે.
ભગવન્! જીવો અશુભ દીર્ઘાયુષ્કતાનું કર્મ કઈ રીતે બાંધે? ગૌતમ! હિંસા કરીને, જૂઠું બોલીને, તથારૂપ શ્રમણ કે માહણની હીલના, નિંદા, ખિંસા, ગર્હા, અવમાનના કરીને, એવા કોઈ અપ્રીતિના કારણરૂપ અમનોજ્ઞ અશનાદિ પ્રતિલાભીને અશુભ દીર્ઘાયુષ્કતા કર્મ બાંધે.
ભગવન્! જીવો શુભ દીર્ઘાયુષ્કતા કર્મ કઈ રીતે બાંધે? ગૌતમ! હિંસા ન કરીને, જૂઠ ન બોલીને, તથારૂપ શ્રમણ કે બ્રાહ્મણને વંદી, નમી યાવત્ પર્યુપાસીને, અન્ય કોઈ પ્રીતિકારણરૂપ મનોજ્ઞ અશનાદિ પ્રતિલાભીને જીવો શુભ દીર્ઘાયુષ્કતા બાંધે છે.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit