Pramāṇa · Search · About · API

Viyahapannatti 368

Viyāhapannatti: ṭīkānusārī vivecana 368

Language
Gujarati

368

વિવેચન :–૨૪૪
જેનું આયુ થોડું છે, તે અલ્પાયુષ્ક, અલ્પજીવનના કારણરૂપ કર્મ બાંધે. કઈ રીતે? જીવોનો નાશ કરીને, મૃષાવાદ બોલીને ભક્તિદાન ઉચિતપાત્ર. તપ કરે તે શ્રમણ, બીજાને ‘ન હણો’ એમ કહે અને પોતે પણ હણવાથી નિવૃત્ત તે માહણ અથવા કુશલ અનુષ્ઠાન આચરે તે બ્રાહ્મણ. અપ્રાસુક - સચિત્ત, અનેષણીય - ન કલ્પે તેવું. અશનાદિ વહોરાવીને. અધ્યવસાય વિશેષથી આ ત્રણે જઘન્યાયુ ફળ થાય છે. અથવા અહીં અમુક અપેક્ષાવાળી અલ્પાયુષ્કતા લેવી. કેમકે જિનાગમમાં અભિસંસ્કૃત મતિવાળા મુનિઓ નાની ઉંમરના ભોગીને જોઈને ક્યારેક બોલે છે - નક્કી ભવાંતરે પ્રાણિઘાતાદિ કંઈ અશુભ કર્યુ હશે. અથવા મુનિને અકલ્પ્યનું દાન આપેલ હશે. જેથી આ ટુંકા આયુવાળો થયો.
બીજા કહે છે – ‘જે જીવ જિનસાધુગુણ પક્ષપાતિપણાથી તેઓની પૂજાર્થે પૃથ્વી આદિના આરંભ વડે, પોતાના કરિયાણામાં અસત્ય ઉત્કર્ષણ વડે, આધાકર્માદિ કરવા વડે હિંસાદિમાં વર્તે છે, તેને વધાદિ ક્રિયાથી વિરમવાને લીધે મળતા અને નિરવદ્યદાનરૂપ નિમિત્તથી આયુષ્યની અપેક્ષાએ આ અલ્પાયુપણું હોય છે.’ જેમ આ અન્યો કહે છે, તેમ ન હોવું જોઈએ, કેમકે સૂત્ર નિર્વિશેષણ છે.
સૂત્ર વિશેષણરહિત હોવા છતાં પ્રાણાતિપાતાદિ વિશેષણ અવશ્ય કહેવું. અહીંથી ત્રીજા સૂત્રમાં પ્રાણાતિપાતાદિથી જ અશુભ દીર્ઘ આયુપણું કહ્યું છે. - X - વળી, હે ભગવન્‌! શ્રાવક, તથારૂપ શ્રમણ કે બ્રાહ્મણને અપ્રાસુક અશનાદિથી પડિલાભતા તેને શું થાય? ગૌતમ! તેને ઘણી નિર્જરા અને અલ્પ પાપકર્મ થાય. આ વચનથી જાણી શકાય કે અલ્પાયુપણું ક્ષુલ્લક ભવગ્રહણરૂપ નથી ઈત્યાદિ - X -
- X - યોગ્યતાની અપેક્ષાએ ધર્મને માટે પ્રાણાતિપાતાદિ પ્રવચનમાં કહેલ છે. દાનાધિકારમાં શ્રાવકો બે ભેદે સંભળાય છે - સંવિગ્ન ભાવિત, લુબ્ધક દૃષ્ટાંતભાવિત. - X - તેમાં આગમના અર્થને ન જાણતા લુબ્ધક દૃષ્ટાંત ભાવિત જેમ-તેમ દાન દે. સંવિગ્નભાવિત સાધુની સંયમ બાધાના પરિહારક હોવાથી મુનિઓને ઉચિત દાન દે છે. કહ્યું છે – નિર્વાહ થઈ શકતો હોય ત્યારે અશુદ્ધ દેનાર-લેનાર બંનેનું અહિત છે, અનિર્વાહે, ગ્લાનદૃષ્ટાંતથી બંનેનું હિત છે અથવા અપ્રાસુકદાન અલ્પાયુપણાનું મુખ્ય કારણ છે, હિંસા, જૂઠ એ તેના સહકારી કારણો છે. કેમકે હિંસા અને જૂઠ એ દાનના વિશેષણ છે. તે આ રીતે - જીવ હિંસા વડે આધાકર્માદિ કરવાથી જૂઠું બોલ્યો કે – હે સાધુ! આ ભોજનાદિ મારા માટે કર્યા છે. તેથી તમને કલ્પનીય અને એષણીય છે. - X - એ રીતે કર્મ બાંધે. આ સૂત્ર ગંભીર છે, અન્યથા પણ વિચારવું.
દીર્ઘાયુષ્કતાના કારણો – જીવદયાદિવાળાને લાંબુ આયુષ્ય હોય છે. કેમકે દીર્ઘાયુવાળાને જોઈને વક્તા બોલે છે - આણે પૂર્વે જીવદયા આદિ પાળેલ છે, માટે દીર્ઘાયુ થયો. તેથી એ સિદ્ધ છે કે – વધ આદિથી વિરતને દેવગતિના હેતુરૂપ દીર્ઘાયુ મળે છે. કહ્યું છે - સમ્યગ્‌ દૃષ્ટિ જીવને અણુવ્રત અને મહાવ્રત વડે, બાળતપથી અકામનિર્જરા વડે દેવાયુનો બંધ થાય છે. દાનને આશ્રીને કહે છે – ભગવન્‌! તથારૂપ શ્રમણ કે બ્રાહ્મણને પ્રાસુક અને એષણીય અશનાદિથી પ્રતિલાભતા શ્રાવકને શું થાય? ગૌતમ! એકાંતે નિર્જરા થાય. ઈત્યાદિ - X -
દીર્ઘાયુષ્કનાં જ શુભાશુભ કારણોને કહે છે – બધું પૂર્વવત્‌. વિશેષ એ કે – શ્રમણાદિને હીલનાદિપૂર્વક વહોરાવે. જાત્યાદિ ઉઘાડા પાડવા તે હીલના, કુત્સા તે નિંદા, મનથી તે ખિંસા, લોકસમક્ષ તે ગર્હા, ઉભા ન થવું વગેરે અપમાન. સ્વરૂપથી અશોભન, ખરાબ અન્નાદિ વડે, તેથી જ અપ્રીતિકારણથી. ભક્તિવાળાને તો અમનોજ્ઞ પણ મનોજ્ઞ જ છે. આ સૂત્રમાં અશનાદિને પ્રાસુક કે અપ્રાસુક એમ વિશેષિત નથી કર્યુ. - X - હીલનાદિને જ પ્રધાનરૂપે તેના કારણપણે કહેલ છે. - X - હિંસા અને જૂઠ તો અહીં પણ ઘટે જ છે. કેમકે અવજ્ઞાદાનમાં પણ પ્રાણાતિપાતાદિ દેખાય છે. હિંસા, નરકગતિનો હેતુ હોવાથી તેનાથી અશુભ દીર્ઘાયુ થાય છે. - X - નરકગતિ વિવક્ષાથી દીર્ઘાયુ છે.
વિપરીત સૂત્ર પૂર્વવત્‌. વિશેષ એ કે – અહીં પણ પ્રાસુક, અપ્રાસુક દાન સ્પષ્ટ કર્યુ નથી. છતાં - X - તે બંનેના ફળમાં કંઈ વિશેષ નથી, એમ ન સમજવું.- X -તેથી અહીં પ્રાસુક, એષણીય દાનથી દેવલોકની પ્રાપ્તિ થાય છે. - X -એ રીતે અહીં અલ્પાયુ, દીર્ઘાયુ, અશુભ દીર્ઘાયુ, શુભ દીર્ઘાયુ કહ્યા. - X -હવે બીજી ક્રિયાઓ કહે છે –

Linked texts (1)