Viyahapannatti 373
Viyāhapannatti: ṭīkānusārī vivecana 373
- Language
- Gujarati
373
‘ભગવતી’ સૂત્ર-૨૪૮ થી ૨૫૦ :– [૫/૬/૨૪૮ થી ૨૫૦]
[૨૪૮] ભગવન્! અન્યતીર્થિકો એમ કહે છે યાવત્ પ્રરૂપે છે - જેમ કોઈ યુવતીને યુવાન હાથ વડે ગ્રહીને અથવા આરાઓથી ભીડાયેલ ચક્રની નાભિ હોય, એ રીતે યાવત્ ૫૦૦ યોજન સુધી મનુષ્યલોક મનુષ્યોથી ભરેલો છે, એમ કેમ કોઈ શકે? ગૌતમ! તે અન્યતીર્થિકો જે કહે છે - X - તે ખોટું છે. હું એમ કહું છું એ રીતે યાવત્ ૪૦૦/૫૦૦ યોજન નરકલોક નારકોથી ભરેલો છે.
[૨૪૯] ભગવન્! નૈરયિકો એકપણું કે બહુપણું વિકુર્વવા સમર્થ છે? જીવાભિગમ મુજબ આલાવો જાણવો.
[૨૫૦] ‘આધાકર્મ અનવદ્ય છે’ એમ મનમાં સમજતો હોય. તે જો તે સ્થાનની આલોચના-પ્રતિક્રમણ કર્યા વિના કાળ કરે તો તેને આરાધના નથી, જો તે સ્થાનની આલોચના-પ્રતિક્રમણ કરીને કાળ કરે, તો તેને આરાધના છે. આ ગમ મુજબ જાણવું કે – ક્રીતકૃત, સ્થાપના, રચિત, કાંતારભક્ત, દુર્ભિક્ષભક્ત, વર્દલિકાભક્ત, શય્યાતર પિંડ, રાજપિંડ. ‘આધાકર્મ અનવદ્ય છે’ તેમ ઘણા લોકો મધ્યે બોલે, પોતે પણ વાપરે તેને તે સ્થાનની યાવત્ આરાધના છે. આ પ્રમાણે પૂર્વવત્ રાજપિંડ સુધી જાણવું. ‘આધાકર્મ અનવદ્ય છે’, તેમ કહી તે પ્રમાણે સ્વયં પરસ્પર દેવડાવે, તેને પૂર્વવત્ રાજપિંડ સુધી જાણવું. ‘આધાકર્મ અનવદ્ય છે’ તેમ ઘણાં લોકો મધ્યે પ્રરૂપે તે પૂર્વવત્ જાણવું.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit