Viyahapannatti 374
Viyāhapannatti: ṭīkānusārī vivecana 374
- Language
- Gujarati
374
વિવેચન :–૨૪૮ થી ૨૫૦
બહુસમાઈણ્ણ - અત્યંત આકીર્ણ. અન્યતીર્થિકનું આ વચન વિભંગજ્ઞાનપૂર્વક હોવાથી અસત્ય જાણવું.
હવે નારક વક્તવ્યતા સૂત્ર– શસ્ત્રોનું એકપણું, બહુપણું. આ આલાપક છે. હે ગૌતમ! એકપણું પણ વિકુર્વવા સમર્થ છે અને બહુપણું પણ વિકુર્વવા સમર્થ છે - X - ઈત્યાદિ. તે બધાં સંખ્યાત હોય, પણ અસંખ્યાત ન હોય, એ પ્રમાણે સંબદ્ધ શરીરોને વિકુર્વીને પરસ્પર કાયાને હણતા-હણતા વેદના ઉદીરે છે તે વેદના – ઉજ્જ્વલ, વિપુલ, કર્કશ, કટુ, કઠોર, નિષ્ઠુર, ચંડ, તીવ્ર, દુઃખરૂપ, દુર્ગ અને દુસ્સહ હોય છે. તેમાં વિપુલ - લેશમાત્ર સુખરહિત, આખા શરીરે વ્યાપેલી વેદના, પ્રગાઢ - પ્રકર્ષવાળી, કર્કશ - અનિષ્ટ, ચંડ - ભયંકર, તીવ્ર - શીઘ્રપણે શરીરવ્યાપી, દુઃખ - અસુખરૂપ, દુઃસહ્ય.
આ વેદના જ્ઞાનાદિ આરાધના ન કરી હોય ત્યારે થાય છે માટે આરાધનાના અભાવને દર્શાવતું સૂત્ર કહે છે - અનવદ્ય - નિષ્પાપ. એ પ્રમાણે મનને સ્થાપે છે. રચિતક - રચેલું. જેમકે ભુકો થયેલા લાડવાનો સાધુ માટે ફરી લાડવો બનાવવો તે ઔદ્દેશિકરૂપ છે. કાંતારભક્ત - અરણ્યમાં ભિક્ષુના નિર્વાહ માટે બનાવેલું. વાર્દલિકા - મેઘદુર્દિન. ગ્લાનભક્ત - ગ્લાનની નીરોગતાર્થે ભિક્ષુને દેવા માટે કરેલું ભોજન, આગમમાં દોષિત કહેલા આધાકર્માદિ આહારને નિર્દોષપણે કલ્પવો, પછી સ્વયં તેનું ભોજન કરવું, બીજાને આપવું, સભામાં નિર્દોષ કહેવું - એ બધું વિપરીત શ્રદ્ધાથી મિથ્યાત્વરૂપ છે. - આ વસ્તુ આચાર્યો કહે છે, માટે આચાર્યને દર્શાવે છે –
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit