Pramāṇa · Search · About · API

Viyahapannatti 376

Viyāhapannatti: ṭīkānusārī vivecana 376

Language
Gujarati

376

વિવેચન :–૨૫૧, ૨૫૨
આચાર્ય સાથે ઉપાધ્યાય તે આચાર્યોપાધ્યાય. અર્થ અને સૂત્ર દેવારૂપ પોતાના વિષયમાં, શિષ્યવર્ગને, ખેદરહિતપણે સ્વીકારે અને સહાય કરે. બીજો અને ત્રીજો ભવ દેવ ભવના આંતરાવાળો જાણવો. ચારિત્રવંત સીધો દેવભવમાં જાય. ત્યાં સિદ્ધિ છે નહીં. પર અનુગ્રહનું સાક્ષાત્‌ ફળ કહ્યું.
હવે બીજાને ઉપઘાતનું ફળ કહે છે - અલિક - ભૂતનિહ્નવરૂપ - જેમકે - સાધુએ બ્રહ્મચર્ય પાળેલ હોય, છતાં તેણે બ્રહ્મચર્ય નથી પાળેલ, તેમ કહેવું. અસદભૂત - ન થયેલના કહેવા રૂપ - જેમકે ચોર નથી તેને ચોર કહેવો. અથવા અલિક - અસત્ય. તે દ્રવ્યથી પણ હોય છે. કોઈ શિકારી આદિ મૃગ વિશે પૂછે, ત્યારે જાણવા છતાં હું નથી જાણતો તેમ કહેવું. અસદ્ભુત એટલે દુષ્ટ અભિપ્રાય હોવાથી અશોભનરૂપ અભ્યાખ્યાન - સામે રહીને દોષોને પ્રગટ કરવારૂપ કથન. અભ્યાખ્યાતિ - કહે. - X - જ્યાં ઉત્પન્ન થાય. ત્યાં તેના ફળ ભોગવે.

Linked texts (1)