Viyahapannatti 378
Viyāhapannatti: ṭīkānusārī vivecana 378
- Language
- Gujarati
378
‘ભગવતી’ સૂત્ર-૨૫૩, ૨૫૪ :– [૫/૭/૨૫૩, ૨૫૪]
[૨૫૩] ભગવન્! પરમાણુ પુદ્ગલ કંપે, વિશેષ કંપે યાવત્ તે તે ભાવે પરિણમે? કદાચ કંપે યાવત્ પરિણમે. કદાચ ન કંપે યાવત્ ન પરિણમે. - - ભગવન્! દ્વિપ્રદેશિક સ્કંધ કંપે યાવત્ પરિણમે? હે ગૌતમ! કદાચ કંપે યાવત્ પરિણમે, કદાચ ન કંપે યાવત્ ન પરિણમે. કદાચ એક ભાગ કંપે, એક ભાગ ન કંપે.
ભગવન્! ત્રિપ્રદેશિક સ્કંધ કંપે છે? ગૌતમ! કદાચ કંપે, કદાચ ન કંપે. કદાચ એક ભાગ કંપે, એક ભાગ ન કંપે, કદાચ એક ભાગ કંપે, બહુ ભાગ ન કંપે, કદાચ બહુ ભાગ કંપે અને એક ભાગ ન કંપે.
ભગવન્! ચતુઃપ્રદેશિક સ્કંધ કંપે? ગૌતમ! કદાચ કંપે - કદાચ ન કંપે, કદાચ એક ભાગ કંપે - એક ભાગ ન કંપે. કદાચ એક ભાગ કંપે, બહુ ભાગ ન કંપે, કદાચ બહુ ભાગો કંપે અને એક ભાગ ન કંપે. કદાચ બહુ ભાગો કંપે અને બહુ ભાગો ન કંપે. જેમ ચતુષ્પ્રદેશિક સ્કંધ કહ્યો. તેમ પંચપ્રદેશિક યાવત્ અનંતપ્રદેશિક સ્કંધો જાણવા.
[૨૫૪] ભગવન્! પરમાણુ પુદ્ગલો અસિધાર કે ખુરધારનો આશ્રય કરે? હા, કરે. - - ભગવન્! ત્યાં તે છેદાય, ભેદાય? ગૌતમ! તે અર્થ યોગ્ય નથી. તેમાં શસ્ત્રક્રમણ ન કરી શકે. એ પ્રમાણે યાવત્ અસંખ્ય પ્રદેશિક સ્કંધ માટે સમજવું. - - ભગવન્! અનંતપ્રદેશિક સ્કંધ અસિધાર કે ખુરધારનો આશ્રય કરે. - હા, કરે. તે ત્યાં છેદાય, ભેદાય? ગૌતમ! કોઈક છેદાય, ભેદાય અને કોઈક ન છેદાય, ન ભેદાય.
એ પ્રમાણે અગ્નિકાયની વચ્ચોવચ્ચ પ્રવેશે, ત્યાં બળે નહીં તેમ કહેવું. એ પ્રમાણે પુષ્કરસંવર્ત નામક મહામેઘની વચ્ચોવચ્ચ પ્રવેશે. ત્યાં ભીનો થાય તેમ કહેવું. એ પ્રમાણે ગંગા મહાનદીના પ્રવાહમાં તે શીઘ્ર આવે. ત્યાં પ્રતિસ્ખલિત થાય અને ઉદકાવર્ત કે ઉદક બિંદુમાં પ્રવેશ કરે. તે ત્યાં નાશ પામે. [આટલા પ્રશ્નોત્તર કરવા.]
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit