Viyahapannatti 382
Viyāhapannatti: ṭīkānusārī vivecana 382
- Language
- Gujarati
382
‘ભગવતી’ સૂત્ર-૨૫૬ :– [૫/૭/૨૫૬]
ભગવન્! પરમાણુ પુદ્ગલને સ્પર્શતો પરમાણુ પુદ્ગલ ૧-દેશથી દેશને સ્પર્શે? ૨-દેશથી ઘણાં દેશને સ્પર્શે? ૩-દેશથી સર્વને સ્પર્શે? ૪-ઘણાં દેશથી દેશને સ્પર્શે? ૫-ઘણાં દેશથી ઘણાં દેશને સ્પર્શે? ૬-ઘણાં દેશથી સર્વને સ્પર્શે? ૭-સર્વથી દેશને સ્પર્શે? ૮-સર્વથી ઘણાં દેશને સ્પર્શે? કે ૯-સર્વથી સર્વને સ્પર્શે?
ગૌતમ! ૧-દેશથી દેશને ન સ્પર્શે, ૨-દેશથી ઘણાં દેશને ન સ્પર્શે, ૩-દેશથી સર્વને ન સ્પર્શે, ૪-ઘણાં દેશથી દેશને ન સ્પર્શે, ૫-ઘણાં દેશથી ઘણાં દેશને ન સ્પર્શે, ૬-ઘણાં દેશથી સર્વને ન સ્પર્શે, ૭-સર્વથી દેશને ન સ્પર્શે, ૮-સર્વથી ઘણાં દેશને ન સ્પર્શે, પણ-૯-સર્વથી સર્વને સ્પર્શે છે
-એ પ્રમાણે દ્વિપ્રદેશિકને સ્પર્શતો પરમાણુ પુદ્ગલ છેલ્લા ત્રણ ભંગથી સ્પર્શે. ત્રિપ્રદેશિકને સ્પર્શતા પરમાણુ પુદ્ગલ માફક યાવત્ અનંતપ્રદેશિકની સ્પર્શના જાણવી.
ભગવન્! દ્વિપ્રદેશિક સ્કંધ, પરમાણુ પુદ્ગલને કઈ રીતે સ્પર્શે? – ત્રીજા, નવમા ભંગથી સ્પર્શે. જો તે દ્વિપ્રદેશિક સ્કંધને સ્પર્શે તો પહેલા, ત્રીજા, સાતમા, નવમા ભંગથી સ્પર્શે. જો તે ત્રિપ્રદેશિક સ્કંધને સ્પર્શે તો પહેલા અને છેલ્લા ત્રણ વિકલ્પોથી સ્પર્શે અને વચલા ત્રણનો નિષેધ કરવો. જેમ દ્વિપ્રદેશિકની ત્રિપ્રદેશિક સ્કંધ સાથે સ્પર્શના કહી, તે રીતે યાવત્ અનંતપ્રદેશિક સ્કંધની સ્પર્શના કરાવવી.
ભગવન્! ત્રિપ્રદેશિક સ્કંધ, પરમાણુ પુદ્ગલને કેવી રીતે સ્પર્શે? ગૌતમ! ત્રીજા, છઠ્ઠા, નવમા ભંગથી સ્પર્શે. તે દ્વિપ્રદેશિકને સ્પર્શે તો પહેલા, ત્રીજા, ચોથા, છઠ્ઠા, સાતમા, નવમા ભંગથી સ્પર્શે. તે ત્રિપ્રદેશિકને સ્પર્શે તો સર્વે સ્થાનોમાં સ્પર્શે. આ ત્રિપ્રદેશિક સ્કંધના ત્રિપ્રદેશિક સાથેની સ્પર્શના માફક યાવત્ અનંતપ્રદેશિક સાથે સંયોજવો. જેમ ત્રિપ્રદેશિક સ્કંધમાં કહ્યું એ રીતે યાવત્ અનંતપ્રદેશિક કહેવા.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit