Viyahapannatti 383
Viyāhapannatti: ṭīkānusārī vivecana 383
- Language
- Gujarati
383
વિવેચન :–૨૫૬
આ સૂત્રમાં નવ વિકલ્પો છે. દેશથી દેશને, ઘણાં દેશને અને સર્વને એ ત્રણ વિકલ્પ છે. એ રીતે ઘણાં દેશથી અને સર્વથી પણ ત્રણ-ત્રણ વિકલ્પો છે. પરમાણુ પુદ્ગલની પરસ્પર સ્પર્શનામાં સર્વથી સર્વને એ એક જ વિકલ્પ ઘટે છે, કેમકે પરમાણુના નિરંશત્વથી બાકીનાનો અસંભવ છે. - X - અહીં ‘સર્વથી સર્વ’ વિકલ્પનો એવો અર્થ નથી કે પરમાણુ પરસ્પર મળી જાય. પરમાણુના અર્ધ આદિ દેશનો અભાવ છે, માટે અર્ધ આદ દેશ ન સ્પર્શે. - X - બંનેના સ્વરૂપ જુદા છે.
- X - જ્યારે દ્વિપ્રદેશિક સ્કંધ, બે પ્રદેશમાં રહેલો હોય ત્યારે તેના પરમાણુ સર્વથી દેશને સ્પર્શે છે, કેમકે પરમાણુના વિષય તે સ્કંધના દેશનો જ છે. જ્યારે તે દ્વિપ્રદેશિક પરિણામની સૂક્ષ્મતાથી એક પ્રદેશમાં સ્થિત હોય, ત્યારે તે પરમાણુ સર્વથી સર્વને સ્પર્શે છે.
આ રીતે ત્રિપ્રદેશિકનું સ્પષ્ટીકરણ પણ વૃત્તિથી જાણવું. વિશેષ એ કે – ત્રિપ્રદેશિક સ્કંધ માફક દ્વિપ્રદેશિકમાં બધાં વડે બે દેશને સ્પર્શે છે એ વિકલ્પ આવી ન શકે કેમકે દ્વિપ્રદેશિક સ્કંધ પોતે જ અવયવી છે, તેનો કોઈ અંશ નથી. - X - X - X - આ રીતે બીજા, બીજા વિકલ્પોના સ્પષ્ટીકરણો પણ વૃત્તિમાં છે. - - પુદ્ગલના અધિકારથી જ પુદ્ગલોને દ્રવ્ય, ક્ષેત્ર, ભાવને કાળની દૃષ્ટિએ વિચારે છે –
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit