Pramāṇa · Search · About · API

Viyahapannatti 391

Viyāhapannatti: ṭīkānusārī vivecana 391

Language
Gujarati

391

વિવેચન :–૨૬૧
હેતુના ઉપયોગના અનન્યત્વથી, હેતુમાં વર્તતો પુરુષ હેતુ જ છે. ક્રિયાના ભેદથી હેતુનું આ પંચવિધત્વ છે. સાધ્યના નિશ્ચય માટે સાધ્ય વિના ન રહે તે હેતુ. સમ્યગ્‌દૃષ્ટિત્વથી હેતુને વિશેષ સારી રીતે જાણે છે. આ પાંચે હેતુને પણ સમ્યગ્‌દૃષ્ટિ માનવા, કેમકે બે સૂત્ર પછી મિથ્યાદૃષ્ટિ હેતુ કહેશે. એ પ્રમાણે સામાન્યથી બોધ થવાથી હેતુને જુએ છે. એ રીતે હેતુને સારી રીતે સદ્દહે છે, બોધ એ સમ્યક્‌શ્રદ્ધાનો પર્યાય છે. સાધ્ય સિદિધમાં વાપરવાથી હેતુને સારી રીતે પામે છે. હેતુ એટલે મરણના કારણરૂપ અધ્યવસાય, તેના યોગથી મરણ પણ હેતુ છે. હેતુવાળા છદ્મસ્થ મરણે મરે છે, અહેતુથી કેવલિમરણ અહીં ન લેવું. આ હેતુ સમ્યગ્‌જ્ઞાની હોવાથી અજ્ઞાન મરણ પણ ન લેવું, તે પછી કહેશે. ... પ્રકારાંતરથી હેતુ કહે છે – અનુમાનોત્થાપકથી અનુમેયને સમ્યગ્‌દૃષ્ટિત્વથી સારી રીતે જાણે. જુએ. સદ્દહે. પામે. અકેવલિ હોવાથી અધ્યવસાયાદિ હેતુએ છદ્મસ્થ મરણે મરે. એ પાંચ ભેદ.
હવે મિથ્યાદૃષ્ટિને આશ્રીને હેતુ કહે છે - X - હેતુને ન જાણે અર્થાત્‌ અસમ્યક્‌ પ્રકારે હેતુને જાણે. ન જુએ. ન સદ્દહે. ન પામે. મિથ્યાદૃષ્ટિ પણાથી, અધ્યવસાનાદિ હેતુથી અજ્ઞાન મરણે મરે.
બીજી રીતે હેતુ વડે કહે છે – લિંગ વડે અસમ્યક્‌ જાણે આદિ. ... ઉક્ત હેતુથી વિપક્ષભૂત હેતુને કહે છે – પ્રત્યક્ષ જ્ઞાનીત્વથી અહેતુ વ્યવહારિત્વથી અહેતુઓ - કેવલિ, તે ક્રિયાભેદથી પાંચ છે. સર્વજ્ઞત્વથી અનુમાનની જરૂર ન હોવાથી ધૂમાદિને અહેતુ સમજે છે. - X - X - યાવત્‌ અનુપક્રમી હોવાથી નિર્હેતુક કેવલિમરણ કરે છે.
બીજી રીતે અહેતુ વડે કહે છે – તે પૂર્વવત્‌ છે. વિશેષ એ કે – કેવલિ હોવાથી, હેતુ અભાવે પણ વસ્તુને જાણે, તેને અહેતુ કહે છે. યાવત્‌ - કેવલિનું મરણ નિર્હેતુક હોવાથી ઉપક્રમાભાવે કેવલિ મરણ કરે છે.
બીજી રીતે અહેતુને કહે છે – જ્ઞાનાદિ ભેદથી, તે પાંચ છે સર્વથા અહેતુભાવે જાણતા નથી, પણ કથંચિત્‌ જ જાણે છે, કેમકે અહીં નય્‌ - દેશપ્રતિષેધાર્થે છે જાણનાર, અવધિ આદિ જ્ઞાનવાળો હોવાથી તેને કથંચિત્‌ જ્ઞાન કહ્યું છે, કેમકે સર્વથાજ્ઞાન કેવલિને જ હોય છે. - યાવત્‌ - અધ્યવયસાનાદિ ઉપક્રમ કારણાભાવે અહેતુમરણ જ છદ્મસ્થ મરણ કહેવાય, અવધિ આદિ જ્ઞાન હોવાથી, તેને અજ્ઞાન મરણ ન કહેવાય.
બીજા પ્રકારે અહેતુ કહે છે – તે પૂર્વવત્‌. વિશેષ એ કે – અહેતુએ કથંચિત્‌ જ જાણે. જો કે આ આઠે સૂત્રો બહુશ્રુતો જ જાણે છે. શતક-૫, ઉદ્દેશો-૮ – ‘નિર્ગ્રન્થીપુત્ર’
ઉદ્દેશા-૭-માં સ્થિતિ અપેક્ષાએ પુદ્ગલો નિરૂપ્યા. આઠમાં તેને પ્રદેશથી નિરૂપે છે. આ સંબંધે સૂત્ર આ છે

Linked texts (1)