Viyahapannatti 393
Viyāhapannatti: ṭīkānusārī vivecana 393
- Language
- Gujarati
393
વિવેચન :–૨૬૨
દવ્વાદેસ - દ્રવ્યથી, પરમાણુત્વ આદિનો આશ્રય કરીને. ખેત્તાદેસ - એક પ્રદેશાવગાઢત્વ. કાલાદેસ - એકાદિ સમય સ્થિતિ. ભાવાદેસ - એક ગુણકાળા. - - અહીં સાર્ધ, અનર્ધાદિ પુદ્ગલના વિચાર પ્રકાંતમાં સપ્રદેશા, અપ્રદેશા જ પ્રરૂપેલ છે. તેની પ્રરૂપણામાં સાર્ધત્વાદિ પ્રરૂપેલ છે, એમ જાણવું. - X - અનંત - શબ્દ પુદ્ગલોનું પરિણામ જણાવે છે, બીજું તેનું સ્વરૂપ કહે છે. - X - જે દ્રવ્યથી અપ્રદેશ. પરમાણુ રૂપ છે, તે ક્ષેત્રથી નિયમા અપ્રદેશ છે. કેમકે તે પુદ્ગલ, ક્ષેત્રના એક જ પ્રદેશમાં રહે છે. જો બે વગેરે પ્રદેશ અવગાહે તો તેનું પ્રદેશત્વ જ ન રહે. કાળથી જે એક સમય સ્થિતિક છે, તો અપ્રદેશ છે અને અનેકસમય સ્થિતિક હોય તો સપ્રદેશ છે. ભાવથી એકગુણ કાળો વગેરે અપ્રદેશ છે, અનેકગુણ કાળો વગેરે સપ્રદેશ છે.
દ્રવ્યથી અપ્રદેશ કહ્યા, હવે ક્ષેત્રથી - જે ક્ષેત્રથી અપ્રદેશ છે તે દ્રવ્યથી સપ્રદેશ છે. બે અણુ આદિ એક પ્રદેશગાહિત્વથી અપ્રદેશ છે. જે ક્ષેત્રથી અપ્રદેશ છે, તે કાળથી ભજનાએ અપ્રદેશાદિ કહેવા. તેથી એક પ્રદેશાવગાઢ, એક સમય સ્થિતિકત્વથી અપ્રદેશ હોય તો પણ અનેક સમય સ્થિતિકત્વથી અપ્રદેશ પણ હોય. ક્ષેત્રથી અપ્રદેશ હોય તે એક ગુણ કાળો આદિ અપ્રદેશ અને અનેક ગુણ કાળો આદિથી સપ્રદેશ હોય.
હવે કાળ અને ભાવ અપ્રદેશ કહે છે - X - X - જે કાળથી અપ્રદેશ છે, તે દ્રવ્યથી કદાચ સપ્રદેશ, કદાચ અપ્રદેશ છે. એ રીતે ક્ષેત્રથી. ... હવે સપ્રદેશ કહે છે – જે દ્રવ્યથી બે અણુ આદિથી સપ્રદેશ છે, તે ક્ષેત્રથી સપ્રદેશ છે. પણ દ્વાયાદિ પ્રદેશ અવગાહિત્વથી અપ્રદેશ છે. - X - જે ક્ષેત્રથી સપ્રદેશ દ્વયાદિ પ્રદેશાવગાહિત્વથી છે, તે દ્રવ્યથી સપ્રદેશ જ છે. દ્વયાદિપ્રદેશ અવગાહિત્વ અભાવે દ્રવ્યથી અપ્રદેશ હોય. - X - જે કાળથી સપ્રદેશ છે તે દ્રવ્ય-ક્ષેત્ર-ભાવથી બંને પ્રકારે હોય. તથા જે ભાવથી સપ્રદેશ છે, તે દ્રવ્ય-ક્ષેત્ર-કાળથી બંને પ્રકારે હોય.
હવે આ દ્રવ્યાદિનું સપ્રદેશ, અપ્રદેશનું અલ્પબહુત્વસૂત્ર સરળ છે. વિશેષ એ કે – સૂત્રોક્ત અલ્પબહુત્વ માટે ગાથા કહે છે. [અહીં વૃત્તિકારે વૃદ્ધોક્ત ૩૬-ગાથા નોંધી છે. જેનો અર્થ વૃત્તિકારે જેટલો નોંધ્યો છે, તેટલાનો અમે અહીં અનુવાદ કરેલ છે. તે આ –] ... જે સમયે જે પુદ્ગલ જે વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, સંઘાત, ભેદ, સૂક્ષ્મત્વ, બાદરત્વાદિ બીજા પરિણામને પામેલ હોય, તે સમયે તે પુદ્ગલ તે અપેક્ષાથી કાલથી અપ્રદેશ કહેવાય. વળી તેમાં સ્થિતિ એક સમયની છે અને બીજા પરિણામો તો ઘણા છે, માટે દરેક પરિણામે દરેક પુદ્ગલ કાલથી અપ્રદેશ સંભવતું હોવાથી તેનું બહુપણું છે. એ જ વિચારે છે –
જે પુદ્ગલો ભાવથી અપ્રદેશ છે, તે એક ગુણ કાળા આદિ છે. તે કાળથી સપ્રદેશ અને અપ્રદેશ પણ હોય તથા ભાવથી દ્વિગુણથી અનંતગુણવાળા પણ હોય. તેથી તે બંને પ્રકારે પણ હોય. તેથી એક ગુણ કાળાથી દ્વિગુણકાળા વગેરે ગુણસ્થાનોની મધ્યે એક-એક ગુણસ્થાનમાં કાળથી અપ્રદેશ પુદ્ગલોનો એ પ્રમાણે એક એક ઢગલો થયો. તેથી અનંતપણાને લઈને કાળથી અપ્રદેશ પુદ્ગલોના અનંતા ઢગલા થાય.
હવે પ્રેરક - એ પ્રકારે - દરેક ગુણ સ્થાનકે કાળથી અપ્રદેશ પુદ્ગલ રાશિઓ કહો છો – તેનો ઉત્તર આપે છે. આ અભિપ્રાય છે – જો કે અનંતગુણ કાળા આદિની અનંત રાશિઓ છે, તો પણ તે રાશિઓ એક ગુણ કાલત્વાદિને અનંતે ભાગે જ વર્તે છે, માટે તે રાશિ દ્વારા કાળથી અપ્રદેશ પુદ્ગલોનું અનંતપણું થતું નથી. પણ અસંખ્યાત ગુણપણું જ છે. - - એ પ્રમાણે આ વર્ણાદિ પરિણામ, જે કહ્યા તે એકથી અનંતગુણ સ્થાનવર્તી ભાવને આશ્રીને કાળથી અપ્રદેશ પુદ્ગલો સિદ્ધ થયા, અથવા પુદ્ગલોનું કાળથી અપ્રદેશત્વ પ્રતિષ્ઠિત થયું. દ્રવ્યમાં પણ દ્રવ્ય પરિણામ અંગીકાર કરીને પરમાણુ આદિમાં એ જ ભાવપરિણામોક્ત વ્યાખ્યા સમજવી.
એ પ્રમાણે જ દ્રવ્ય પરિણામ માફક ક્ષેત્રને અધિકૃત્ય એક પ્રદેશાવગાઢ આદિ પુદ્ગલ ભેદોમાં સ્થાનાંતર ગમનની અપેક્ષાએ કાળથી કાળ-અપ્રદેશની માર્ગણા કરવી. જેમ ક્ષેત્રથી, એ પ્રમાણે અવગાહનાદિથી પણ કહે છે – અવગાહનાના સંકોચ, વિકોચને આશ્રીને કાલપ્રદેશ છે, તેમ સૂક્ષ્મ, બાદર, સ્થિર, અસ્થિર, શબ્દ, મન અને કર્માદિ પરિણામને આશ્રીને કાલપ્રદેશ પુદ્ગલો છે - X -અનંત પ્રદેશવાળા અનંતસ્કંધો કરતાં પ્રદેશાર્થથી પરમાણુઓ અનંતગુણા કહ્યા છે. તે સૂત્ર આ છે – દ્રવ્યાર્થથી અનંત પ્રદેશવાળા સ્કંધો સૌથી થોડા છે. ઈત્યાદિ
સંખ્યાત પ્રદેશવાળા અને અનંત પ્રદેશવાળા, બે રાશિ કરતા અહીં સંખ્યાત પ્રદેશિક રાશિના, સંખ્યાત ભાગવર્તિત્વથી સ્વરૂપથી તેઓનું બહુપણું જણાય છે. અન્યથા તેના અસંખ્યેય કે અનંત ભાગે હોત. - - અનંતપ્રદેશિક રાશિ કરતાં તે અનંતગુણ છે, સંખ્યાત પ્રદેશિક રાશિને તો સંખ્યાત ભાગે છે. વિવક્ષાએ સંખ્યાત ભાગની અત્યંત અલ્પતા નથી, કેમકે કાળથી સપ્રદેશ-અપ્રદેશ વૃત્તિવાળા અણુઓનું બહુપણું છે. કાળ-અપ્રદેશ પુદ્ગલો એક સમય સ્થિતિક હોવાથી ઘણાં ઓછા છે. કાલાપ્રદેશથી દ્રવ્યાપ્રદેશ પુદ્ગલ અસંખ્યાતગુણ છે. - X - -મિશ્રોના સંક્રમ પ્રત્યે સપ્રદેશો, ક્ષેત્રથી અસંખ્યગુણ કહ્યા છે. વળી તે સ્વસ્થાનમાં થોડાં જ ગ્રહણ કરવા. - X
વ્યાખ્યાન અપેક્ષાએ ત્રણ અલ્પબહુત્વ છે. સૂત્રમાં એક જ મિશ્ર અલ્પબહુત્વ કહ્યું છે. [કલ્પનાથી સંખ્યા વડે અલ્પબહુત્વ કહ્યું.] ... પુદ્ગલોનું નિરૂપણ કર્યુ. તે જીવોના ઉપગ્રાહક છે માટે જીવ વિશે કથન.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit