Viyahapannatti 40
Viyāhapannatti: ṭīkānusārī vivecana 40
- Language
- Gujarati
40
‘ભગવતી’ સૂત્ર-૨૫ :– [૧/૧/૨૫]
હે ભગવન્! અસંયત, અવિરત, જેણે પાપકર્મનું હનન અને પચ્ચક્ખાણ કર્યા નથી એવો જીવ અહીંથી ચ્યવીને પરલોકમાં દેવ થાય છે? ગૌતમ! કેટલાક દેવ થાય છે અને કેટલાંક દેવ થતાં નથી. એવું કેમ કહ્યું કે – કેટલાંક દેવ થાય અને કેટલાંક દેવ ન થાય?
ગૌતમ! જે આ જીવો ગામ, આકર, નગર, નિગમ, રાજધાની, ખેડ, કર્બટ, મડંબ, દ્રોણમુખ, પટ્ટણ, આશ્રમ, સંનિવેશમાં અકામ તૃષ્ણા વડે, અકામ ક્ષુધા વડે, અકામ બ્રહ્મચર્યવાસથી, અકામ શીત-આતપ-ડાંસ-મચ્છર-અસ્નાન-કાદવ-જલ્લ-મલ્લ-પંક-પરિદાહ વડે, થોડો કે વધુ કાળ આત્માને કલેશિત કરે, કલેશિત કરીને મૃત્યુ કાળે મૃત્યુ પામી કોઈ વાણવ્યંતર દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થાય છે.
ભગવન્! વાણવ્યંતર દેવોના દેવલોકો કેવા પ્રકારે કહ્યા છે?
ગૌતમ! જેમ અહીં મનુષ્યલોકમાં સદા કુસુમિત, મયૂરિત, લવકિત, સ્તવકિત, ગુલયિત, ગુચ્છિત, યમલીય, યુવલિય, વિનમિત, પ્રણમિત, સુવિભક્ત, વિભિન્ન મંજરીઓ રૂપ મુગટ ધર અશોકવન, સપ્તપર્ણ વન, ચંપકવન, ચૂતવન, તિલકવન, અલાબુવન, ન્યગ્રોધવન, છત્રૌઘવન, અશનવન, શણવન, અતસિવન, કુસુંભવન, સિદ્ધાર્થવન, બંધુજીવક વન, અતી-અતી શોભા વડે શોભતું હોય છે. એ પ્રમાણે તે વાણવ્યંતર દેવોના દેવલોક જઘન્યથી ૧૦,૦૦૦ વર્ષ સ્થિતિક અને ઉત્કૃષ્ટથી પલ્યોપમ સ્થિતિક, ઘણાં વ્યંતર દેવો અને દેવીથી વ્યાપ્ત, વિશેષ વ્યાપ્ત, ઉપસ્તીર્ણ, સંસ્તૃત, સ્પૃષ્ટ, અતિ અવગાઢ થયેલા, અત્યંત ઉપશોભીત થઈ રહેલા છે. ગૌતમ! તે વ્યંતર દેવોના સ્થાન આવા પ્રકારે કહ્યા છે. તે કારણથી કહ્યું કે યાવત્ દેવ થાય છે.
હે ભગવન્! એમ જ છે, એમ જ છે. એમ કહી શ્રમણ ભગવન્ મહાવીરને વંદે છે, નમે છે, વાંદીને-નમીને સંયમ અને તપ વડે પોતાના આત્માને ભાવિત કરતા વિચરે છે.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit