Pramāṇa · Search · About · API

Viyahapannatti 41

Viyāhapannatti: ṭīkānusārī vivecana 41

Language
Gujarati

41

વિવેચન :–૨૫
‘જીવ’ આદિ સ્પષ્ટ છે, વિશેષ આ - અસંયત - સંયમરહિત કે અસાધુ. અવિરત - પ્રાણાતિપાતાદિ વિરતિરહિત અથવા વિશેષે જે તપમાં રત ન હોય તે અવિરત. જે અનીતકાળે કરેલ કર્મને નિંદાદિ વડે દૂર ન કરનારો અને આગામી કાળે થનાર પ્રાણ-અતિપાતાદિ પાપકર્મને વર્જનાર ન હોય તે ‘અપ્રતિહત-પ્રત્યાખ્યાત પાપકર્મા’ કહ્યો. આ વિશેષથી ભૂત-ભાવિ પાપકર્મનો અનિષેધ કહ્યો અને અસંયત, અવિરત વિશેષણથી વર્તમાન પાપનું સંવરણ કહ્યું. અથવા જેણે તપ વડે મરણ કાળ પૂર્વેનું પાપકર્મ ખપાવેલ નથી અને આશ્રવ નિરોધ વડે મરણકાળમાં પાપકર્મ વર્જેલ નથી તે.
અથવા - સમ્યગ્દર્શન સ્વીકારી પાપકર્મ દૂર કર્યુ નથી અને સર્વવિરતિ અંગીકાર કરી અશુભ કર્મ વર્જેલ નથી તે. અહીંથી એટલે બોલનારને પ્રત્યક્ષ તિર્યંચ કે મનુષ્ય ભવથી ચ્યવેલ જીવ જન્માંતરમાં દેવ થાય? એ પ્રશ્ન.
-આ પ્રત્યક્ષ દેખાતા પંચેન્દ્રિય તિર્યંચો કે મનુષ્યો ગામ આદિમાં, તેમાં ગ્રામ-જન આશ્રિત સ્થાન વિશેષ, આકર -લોઢું આદિનું ઉત્પત્તિ સ્થાન, નગર -કરરહિત, નિગમ -વણિકજન પ્રધાન, રાજધાની - રાજા સ્વયં રહે. ખેટ - ધૂળના કિલ્લાવાળું, કર્બટ - કુનગર, મડંબ - ઘણું દૂર સ્થાન, દ્રોણમુખ - જળ અને સ્થળમાર્ગી, પત્તન - વિવિધ દેશોથી કરિયાણા આવે તે. તે બે છે - જલપત્તન, સ્થલપત્તન, આશ્રમ - તાપસાદિનું સ્થાન - X -
અકામ - નિર્જરાદિની ઈચ્છા સિવાય. તૃષ્ણા, ક્ષુધા વડે. તથા બ્રહ્મચર્ય - સ્ત્રી આદિ પરિભોગ અભાવમાત્ર લક્ષણથી, વાસ - રાત્રિમાં શયન તે અકામ બ્રહ્મચર્યવાસ. અકામ આદિ વડે પરિદાહ તેમાં સ્વેદ - પરસેવો, જલ્લ - માત્ર રજ, મલ - કઠણ ધૂળ, પંક - ભીનો મેલ. તે અલ્પકાળ કે બહુકાળ - X - વા શબ્દથી દેવત્વ પ્રતિ બંને કાળની તુલ્યતા બતાવે છે. સામાન્યથી બંનેનું દેવપણું છતાં અકામનિર્જરાવાળાનું દેવપણું અલ્પકાલિક તથા અવિશિષ્ટ હોય તથા સકામ-નિર્જરાવાળાનું બહુકાલિક અને વિશિષ્ટ હોય છે.
પરિકિલેસ - દુઃખી કરે છે. કાલ - મરણ, માસ - અવસર, તેમાં મરીને, વન વિશેષમાં થયેલા તે વાનમંતર. બીજા કહે છે - વનોમાં થયેલા તે વાન એવા જે વ્યંતરો તે વાનવ્યંતરો અથવા વાણમંતર, તેમના દેવલોકો એટલે દેવાશ્રયોમાં તેઓ દેવપણે ઉત્પન્ન થાય છે, એમ જોવું. જેઓ દેવલોકમાં અકામ નિર્જરાવાળા ઉત્પન્ન થયા છે તેઓના. - X - જે રીતે મૃત્યુલોકમાં અશોકવન - X - X - અશોકાદિ વૃક્ષો પ્રસિદ્ધ જ છે. વિશેષ આ –
સપ્તવર્ણ - સપ્તચ્છદ, કુસુમિત - પુષ્પોવાળું, માઈય - મયૂરિત, ઉત્પન્ન પુષ્પોવાળું, લવઈય - પલ્લવ કે અંકુરાવાળું, થવઈય - પુષ્પના ગુચ્છાવાળું, ગુલઈય - લતાસમૂહવાળું, ગુચ્છિય - સંજાત ગુચ્છાવાળું, પુષ્પપત્રથી વિશેષિત. જમલિય - વનના વૃક્ષો પંક્તિ વડે ગોઠવાયેલ હોય, જુવલિય - જોડલાપણે ઉત્પન્ન વૃક્ષોવાળું, વિણમિય - વિશેષ પ્રકારે પુષ્પ અને ફળના ભારથી નમેલું, પણમિય - નમવાને શરૂ થયેલ, સુવિભક્ત - અતિ વિભક્ત. પિણ્ડ - લુમ અને મંજરીઓ, અવતંસક - મુગટ, તેને ધારણ કરનારા.
સિરિ - વનલક્ષ્મી, તેનાથી અત્યંત શોભતાં, પોતાના આવાસની મર્યાદાને ન અતિક્રમીને દેવ-દેવીના સમૂહ વડે કોઈ એક પ્રદેશમાં વ્યાપ્ત, તથા પોતાના આવાસની મર્યાદાને ઉલ્લંઘીને કોઈ પ્રદેશમાં વ્યાપ્ત થયેલા. - X - ઉપસ્તીર્ણ - ઊંચે-નીચે જતાં દેવ-દેવીના સમૂહ વડે ઉપરાઉપર આચ્છાદિત, નિરંતર ક્રીડાસક્ત. સંસ્તીર્ણ - કોઈ પ્રદેશમાં પરસ્પર સ્પર્ધા વડે ક્રીડા કરતા અને ચારે તરફથી ચાલતા દેવ-દેવીથી આચ્છાદિત, સ્પૃષ્ટ - આસન, શયન, રમણ, પરિભોગ વડે પરિભૂક્ત, સ્ફુટ - વ્યંતર દેવ-દેવીના સમૂહના કિરણના વિસ્તાર વડે અંધકારને દૂર કરેલ હોવાથી પ્રકાશવાળા. ગાઢ - અત્યંત, અવગાઢ - સકલ ક્રીડા સ્થાનના પરિભોગમાં સ્થાપેલા મનવાળા દેવ-દેવીના સમૂહથી વ્યાપ્ત.
અહીં દેવપણાને યોગ્ય જીવોના સામર્થ્ય કથનથી કેટલાંક જીવો દેવ થતાં નથી. પછી નિગમનાર્થે કહે છે – મેં જે પૂછ્યું, તેનું આપે જે પ્રતિપાદન કર્યુ, તે હે ભગવન્‌! એમ જ છે, અન્યથા નથી. આમ કહીને ભગવદ્‌વચનનું બહુમાન દર્શાવ્યું. અહીં બે વખત ઉચ્ચારણ કર્યુ તે ભક્તિના સંભ્રમથી કર્યુ છે.

Linked texts (1)