Viyahapannatti 419
Viyāhapannatti: ṭīkānusārī vivecana 419
- Language
- Gujarati
419
‘ભગવતી’ સૂત્ર-૨૮૧ :– [૬/૩/૨૮૧]
ભગવન્! વસ્ત્રને જે પુદ્ગલોનો ઉપચય થાય તે પ્રયોગથી કે સ્વાભાવિક થાય? ગૌતમ! બંને રીતે. - - ભગવન્! જેમ વસ્ત્રને બંને રીતે ઉપચય થાય, તેમ જીવને કર્મનો ઉપચય પ્રયોગથી થાય કે સ્વાભાવિક? ગૌતમ! પ્રયોગથી થાય. એમ કેમ? ગૌતમ! જીવોને ત્રણ પ્રકારે પ્રયોગ કહ્યા છે – મનપ્રયોગ, વચનપ્રયોગ, કાયપ્રયોગ. આ ત્રણે પ્રયોગથી જીવોને કર્મનો ઉપચય થાય છે, સ્વાભાવિક રીતે ન થાય.
આ પ્રમાણે બધાં પંચેન્દ્રિયોને ત્રણ પ્રકારે પ્રયોગ કહેવો. પૃથ્વીકાયિકને એકવિધ પ્રયોગ કહેવો યાવત્ વનસ્પતિકાયિકને કહેવું. વિકલેન્દ્રિયને બે પ્રયોગ હોય - વચન અને કાય. આ બે પ્રયોગથી કર્મનો ઉપચય કરે છે, સ્વાભાવિક નહીં. તેથી કહ્યું કે યાવત્ સ્વાભાવિક નહીં. એ રીતે જેને જે પ્રયોગ હોય તે વૈમાનિક સુધી કહેવો.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit