Pramāṇa · Search · About · API

Viyahapannatti 421

Viyāhapannatti: ṭīkānusārī vivecana 421

Language
Gujarati

421

‘ભગવતી’ સૂત્ર-૨૮૨ :– [૬/૩/૨૮૨]
વસ્ત્રને જે પુદ્ગલનો ઉપચય થયો તે (૧) સાદિ સંત છે, (૨) સાદિ અનંત છે, (૩) અનાદિ સાંત છે કે (૪) અનાદિ અનંત છે? ગૌતમ! તે સાદિ સાંત છે. અન્ય ત્રણ ભંગ નથી.
ભગવન્‌! જેમ વસ્ત્રનો પુદ્ગલોપચય સાદિ સાંત છે, પણ અન્ય ત્રણ ભંગે નથી, તેમ જીવોનો કર્મોપચય? ગૌતમ! કેટલાંક જીવોનો કર્મોપચય અસાદિ સાંત છે. કેટલાકનો અનાદિ-સાંત છે,કેટલાંકનો અનાદિ અનંત છે,પણ કોઈનો સાદિઅનંત નથી-એમ કેમ કહ્યું?
ગૌતમ! ઐર્યાપથિક બંધકનો કર્મોદય સાદિ સાંત છે. ભવ સિદ્ધિકનો કર્મોપચય અનાદિ સાંત છે, અભવસિદ્ધિકનો અનાદિ અનંત છે. તેથી હે ગૌતમ! - X - ઉપર મુજબ કહ્યું છે.
ભગવન્‌! શું વસ્ત્ર સાદિસાંત છે? ચઉભંગી કહેવી. ગૌતમ! વસ્ત્ર સાદિ સાંત છે. બીજા ત્રણ ભંગનો નિષેધ. જેમ વસ્ત્ર સાદિ શાંત છે, બીજા ત્રણ ભંગે નથી, તેમ જીવ સાદિ સાંત છે આદિ ચતુર્ભંગીનો પ્રશ્ન. ગૌતમ! ચારે ભંગ કહેવા. – એમ કેમ? ગૌતમ! નૈરયિકાદિ બધાં ગતિ, આગતિને આશ્રીને સાદિ સાંત છે, સિદ્ધિ ગતિને આશ્રીને સાદિ અનંત છે, ભવસિદ્ધિકો લબ્ધિને આશ્રીને અનાદિ સાંત છે. અભવસિદ્ધિકો સંસારને આશ્રીને અનાદિ અનંત છે. તેથી ઉપર મુજબ કહ્યું.

Linked texts (1)