Pramāṇa · Search · About · API

Viyahapannatti 422

Viyāhapannatti: ṭīkānusārī vivecana 422

Language
Gujarati

422

વિવેચન :–૨૮૨
ઈર્યાપથ એટલે ગમનમાર્ગ. તે દ્વારા થાય તે ઐર્યાપથિક. તેમાં કેવલ કાયયોગ પ્રત્યયકર્મ છે. તેના બંધક ઉપશાંત મોહ, ક્ષીણમોહ અને સયોગિ કેવલિ હોય. તે કર્મ પૂર્વે બાંધેલ નથી, માટે સાદિ છે. અયોગિ અવસ્થામાં શ્રેણિથી પડે ત્યારે તે કર્મબંધ ન થાય. માટે સાંતપણું છે.
ગતિ-અગતિથી-નરકાદિમાં ગમન તે આદિ, આગમન તે સાંત. સિદ્ધિ ગતિથી સિદ્ધો સાદિ અનંત કેમ - X -? કાળના અનાદિપણાથી કોઈ આદિ દેહનો સદ્ભાવ નથી, તો પણ સર્વ શરીર સાદિ છે- X -એમ સર્વ સિદ્ધિ આદિ છે, પણ કોઈ એક સિદ્ધ એવો નથી જે સૌથી પ્રથમ હોય, માટે સિદ્ધોનું અનાદિપણું છે. તેથી રોહકના પ્રશ્નમાં તેનો નિર્દેશ છે. ..... ભવસિદ્ધિકને ભવ્યત્વ લબ્ધિ છે, તેઓની લબ્ધિ સિદ્ધિપણું પામ્યા પછી નાશ પામે છે, માટે તેઓ અનાદિ-સાંત કહ્યા છે.

Linked texts (1)