Viyahapannatti 43
Viyāhapannatti: ṭīkānusārī vivecana 43
- Language
- Gujarati
43
‘ભગવતી’ સૂત્ર-૨૬ :– [૧/૨/૨૬]
રાજગૃહ નગરમાં સમોસરણ થયું, પર્ષદા નીકળી યાવત્ આ રીતે બોલ્યા - જીવ સ્વયંકૃત્ દુઃખને વેદે છે? ગૌતમ! કેટલુંક વેદે છે, કેટલુંક નથી વેદતા. ભગવન્! આ પ્રમાણે કેમ કહો છો?
ગૌતમ! ઉદીર્ણને વેદે છે, અનુદીર્ણને વેદતા નથી. માટે એ પ્રમાણે કહ્યું – કેટલાંક વેદે છે અને કેટલાક વેદતા નથી. એ પ્રમાણે ૨૪-દંડકમાં વૈમાનિક સુધી જાણવું.
ભગવન્! જીવો સ્વયંકૃત્ દુઃખને વેદે છે? ગૌતમ! કેટલાક વેદે છે, કેટલાક વેદતા નથી. એમ કેમ? ગૌતમ! ઉદીર્ણને વેદે છે, અનુદીર્ણને વેદતા નથી. માટે તેમ કહ્યું. વૈમાનિક સુધી કહેવું.
ભગવન્! જીવ સ્વયંકૃત્ આયુને વેદે છે? ગૌતમ! કેટલાંક વેદે છે, કેટલાક વેદતા નથી. જેમ દુઃખમાં બે દંડક કહ્યા. તેમ આયુના પણ બે દંડક એકવચન અને બહુવચનથી વૈમાનિક સુધી કહેવા.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit