Pramāṇa · Search · About · API

Viyahapannatti 44

Viyāhapannatti: ṭīkānusārī vivecana 44

Language
Gujarati

44

વિવેચન :–૨૬
રાયગિહે આદિ પૂર્વવત્‌. તેમાં ‘સ્વયંકૃત્‌’ બીજાએ કરેલ કર્મ તે વેદતો નથી, તે પ્રસિદ્ધ જ છે. ‘સ્વયંકૃત્‌’ સંબંધી પ્રશ્ન છે. સાંસારિક સુખ વસ્તુતઃ દુઃખરૂપ જ છે, કર્મ દુઃખપ્રાપ્તિમાં કારણ છે, માટે અહીં દુઃખ એટલે કર્મ. ઉદયમાં આવેલ કર્મને વેદે છે, અનુદીર્ણ કર્મનું વેદન થઈ ન શકે. તેથી કહ્યું કે ઉદીર્ણને વેદે છે, અનુદીર્ણને નહીં. કર્મને બાંધ્યા પછી તે તુરંત જ ઉદયમાં આવતું નથી માટે જે કર્મો ચોક્કસ વેદવાનાં છે, તેમાંનું કોઈ કર્મ વેદે છે અને કોઈ વેદતો નથી. કહ્યું છે કે કરેલ કર્મોનો [વેદ્યા વિના] મોક્ષ નથી. તેમાં ૨૪-દંડકમાં છે.
બહુવચનમાં બીજો દંડક છે, તે આ - ભગવન્‌! નૈરયિકો સ્વયંકૃત્‌ દુઃખને વેદે છે? ઈત્યાદિ.
[શંકા] એકવચન જે અર્થ છે, તે જ બહુવચનમાં છે, તો બહુવચન પ્રશ્નની શી જરૂર? કોઈ વસ્તુમાં એકત્વ-બહુત્વમાં અર્થ વિશેષ જોવાય છે. જેમકે - સમ્યક્ત્વ સ્થિતિ એક જીવને આશ્રીને સાધિક ૬૬-સાગરોપમ છે, બહુ જીવોને આશ્રીને સદાકાળ છે. અહીં આવો પ્રશ્ન સંભવી શકે, માટે બહુત્વપ્રશ્ને દોષ નથી. અથવા અવ્યુત્પન્ન મતિવાળા શિષ્ય માટે આ પ્રશ્ન છે.
નરકાદિની વ્યાખ્યામાં આયુષ્યની મુખ્યતા હોવાથી આયુને આશ્રીને બે દંડક છે, તેની વૃદ્ધોક્ત ભાવના આ છે - વાસુદેવે સાતમી નરક યોગ્ય આયુ બાંધેલું, કાળાંતરે પરિણામ વિશેષથી ત્રીજી નરક યોગ્ય કર્યુ. તો તેવા આયુની અપેક્ષાએ કહેવાય છે કે પૂર્વે બાંધેલ આયુ અનુદીર્ણ હોવાથી વેદાયું નહીં, ઉત્પન્ન થયા ત્યાં ઉદર્ણાયુ વેદ્યુ. હવે આહારાદિ વડે ૨૪-દંડકની નિરૂપણા –

Linked texts (1)