Viyahapannatti 432
Viyāhapannatti: ṭīkānusārī vivecana 432
- Language
- Gujarati
432
‘ભગવતી’ સૂત્ર-૨૮૮ થી ૨૯૦ :– [૬/૪/૨૮૮ થી ૨૯૦]
[૨૮૮] ભગવન્ ! જીવો પ્રત્યાખ્યાની, અપ્રત્યાખ્યાની કે પ્રત્યાખ્યાન-અપ્રત્યાખ્યાની? ગૌતમ ! ત્રણે હોય - સર્વ જીવો માટે પૃચ્છા-ગૌતમ! નૈરયિકો અપ્રત્યાખ્યાની છે યાવત્ ચતુરિન્દ્રિય. બીજા બેનો નિષેધ કર્યો. પંચેન્દ્રિય તિર્યંચયોનિકો પ્રત્યાખ્યાની નથી પણ બીજા બે ભંગ હોય. મનુષ્યોને ત્રણે ભંગ હોય. બાકીના જીવો નૈરયિકવત્ કહેવા.
ભગવન્ ! જીવો પ્રત્યાખ્યાનને જાણે? અપ્રત્યાખ્યાનને જાણે? પ્રત્યાખ્યાનાપ્રત્યાખ્યાનને જાણે? ગૌતમ! પંચેન્દ્રિયો ત્રણેને જાણે. બાકીના પચ્ચક્ખાણાદિ ત્રણેને ન જાણે.
ભગવન્! જીવો, પ્રત્યાખ્યાન કરે?, અપ્રત્યાખ્યાન કરે? પ્રત્યાખ્યાનાપ્રત્યાખ્યાન કરે? ઔઘિક પ્રમાણે જાણવું. - - ભગવન્! જીવો, પ્રત્યાખ્યાન-અપ્રત્યાખ્યાન કે પ્રત્યાખ્યાના-પ્રત્યાખ્યાનથી નિર્વર્તિત આયુવાળા છે? ગૌતમ! જીવો અને વૈમાનિકો પ્રત્યાખ્યાન નિર્વર્તિત આદિ ત્રણે વાળા છે બાકી અપ્રત્યાખ્યાનિર્વર્તિતાયુ છે.
[૨૮૯] પ્રત્યાખ્યાન, જાણે, કરે, આયુનિર્વૃત્તિ, સપ્રદેશ ઉદ્દેશામાં ચાર દંડકો છે - -
[૨૯૦] ભગવન્! તે એમ જ છે, એમ જ છે.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit