Pramāṇa · Search · About · API

Viyahapannatti 45

Viyāhapannatti: ṭīkānusārī vivecana 45

Language
Gujarati

45

‘ભગવતી’ સૂત્ર-૨૭, ૨૮ :– [૧/૨/૨૭, ૨૮]
[૨૭] ભગવન્‌! નૈરયિકો બધાં, સમાન આહારી, સમાન શરીરી, સમાન ઉચ્છ્‌વાસ-નિઃશ્વાસવાળા છે?
ગૌતમ! આ અર્થ યોગ્ય નથી. ભગવન્‌! એવું શા હેતુથી કહો છો? - X –
ગૌતમ! નૈરયિકો બે પ્રકારે છે. મહાશરીરી, અલ્પશરીરી. તેમાં મહાશરીરી ઘણાં પુદ્ગલોને આહારે છે, ઘણાં પુદ્ગલોને પરિણમાવે છે, ઘણાં પુદ્ગલોનો ઉચ્છ્‌વાસ નિઃશ્વાસ લે છે. વારંવાર આહારે છે, વારંવાર પરિણમાવે છે, વારંવાર ઉચ્છ્‌વાસ-નિઃશ્વાસ લે છે. જે અલ્પશરીરી છે તે થોડો પુદ્ગલો આહારે છે, થોડા પરિણમાવે છે, થોડા પુદ્ગલોનો ઉચ્છ્‌વાસ-નિઃશ્વાસ લે છે. કદાચિત્‌ આહારે છે - પરિણમાવે છે - ઉચ્છ્‌વાસ નિઃશ્વાસ લે છે. માટે હે ગૌતમ! એમ કહ્યું કે બધાં નૈરયિકો સમાહાર, સમશરીરાદિ નથી.
ભગવન્‌! બધાં નૈરયિકો સમાન કર્મવાળા છે? ગૌતમ! એ અર્થ યોગ્ય નથી.. એમ કેમ કહ્યું?
ગૌતમ! નૈરયિકો બે ભેદે - પૂર્વોપપન્નક, પશ્ચાદુપપન્નક. પૂર્વોપપન્નક અલ્પકર્મતરક છે, પશ્ચાદુપપન્નક મહાકર્મતરક છે, તેથી એમ કહ્યું.
નૈરયિકો બધાં સમવર્ણી છે? ગૌતમ! આ અર્થ યોગ્ય નથી. એવું કેમ કહ્યું? ગૌતમ! જે પૂર્વોપપન્નક છે તે વિશુદ્ધ વર્ણતર છે, જે પશ્ચાદુપપન્નક છે તે અવિશુદ્ધતર વર્ણક છે.
ભગવન્‌! નૈરયિકો બધાં સમલેશ્યી છે? ગૌતમ! આ કથન યોગ્ય નથી. - એવું કેમ કહો છો? ગૌતમ! તેમાં જે પૂર્વોપપન્નક છે, તે વિશુદ્ધતર લેશ્યક છે, પશ્ચાદુપપન્નક અવિશુદ્ધતરલેશ્યક છે.
ભગવન્‌! નૈરયિકો સર્વે સમવેદનાવાળા છે. ગૌતમ! આ કથન યોગ્ય નથી. - - એવું કેમ કહો છો? –
ગૌતમ! નૈરયિકો બે પ્રકારે - સંજ્ઞિભૂત, અસંજ્ઞિભૂત. તેમાં સંજ્ઞિભૂત મહાવેદનાવાળા છે, અસંજ્ઞિભૂત અલ્પ વેદનાવાળા છે. તેથી હે ગૌતમ! એમ કહ્યું છે.
ભગવન્‌! બધાં નૈરયિકો સમાન ક્રિયાવાળા છે? ગૌતમ! એ કથન યોગ્ય નથી. - - એમ કેમ કહો છો?
ગૌતમ! નૈરયિકો ત્રણ પ્રકારે છે - સમ્યગ્‌દૃષ્ટિ મિથ્યાદૃષ્ટિ અને મિશ્રદૃષ્ટિ. તેમાં જે સમ્યગ્‌દૃષ્ટિ છે, તેમને ચાર ક્રિયાઓ હોય છે - આરંભિકી, પારિગ્રહિકી, માયાપ્રત્યયા, અપ્રત્યાખ્યાન ક્રિયા. જે મિથ્યાદૃષ્ટિ છે, તેઓને પાંચ ક્રિયાઓ હોય છે - ઉક્ત ચાર અને મિથ્યાદૃષ્ટિ પ્રત્યયા. એ રીતે મિશ્રદૃષ્ટિને પણ જાણવા. - તેથી હે ગૌતમ! આમ કહ્યું છે.
ભગવન્‌! બધાં નૈરયિકો સમાન આયુ અને સમાન કાળે ઉત્પન્ન થયેલા છે? ગૌતમ! આ કથન યોગ્ય નથી. - એમ કેમ કહ્યું? ગૌતમ! નૈરયિકો ચાર ભેદે - કેટલાક સમઆયુ-સમકાલોત્પન્ન, કેટલાક સમ આયુ-વિષમકાલોત્પન્ન, કેટલાંક વિષમઆયુ-સમકાલઉત્પન્ન અને કેટલાક વિષમઆયુ-વિષમકાલોત્પન્ન. તેથી એમ કહ્યું.
ભગવન્‌! અસુરકુમારો સર્વે સમ આહારી, સમ શરીરી છે? નૈરયિકો માફક બધું જાણવું. વિશેષ એ કે – કર્મ, વર્ણ, લેશ્યાનું વર્ણન કરવું જોઈએ. તેમાં જે પૂર્વોપપન્નક છે તે મહાકર્મતર, અવિશુદ્ધ વર્ણતર, અવિશુદ્ધ લેશ્યતરક છે. પશ્ચાદુપપન્નક પ્રશસ્ત છે. બાકી બધું પૂર્વવત્‌. એ પ્રમાણે સ્તનિતકુમાર પર્યન્ત કહેવું.
પૃથ્વીકાયિકોના આહાર, કર્મ, વર્ણ, લેશ્યા નૈરયિકવત્‌ છે. ભગવન્‌! પૃથ્વીકાયિકો બધાં સમવેદનાવાળા છે? હા, છે. - - એમ કેમ કહ્યું? ગૌતમ! પૃથ્વીકાયિકો સર્વે અસંજ્ઞી છે, અસંજ્ઞીભૂત વેદનાને અનિર્ધારિતરૂપે વેદે છે. તેથી એમ કહ્યું.
ભગવન્‌! સર્વે પૃથ્વીકાયિકો સમાન ક્રિયાવાળા છે? હા, છે. - એવું કેમ કહ્યું? ગૌતમ! માયી મિથ્યાદૃષ્ટિ છે, નિયમથી પાંચ ક્રિયાઓ કરે છે - આરંભિકા યાવત્‌ મિથ્યાદર્શન પ્રત્યયા. નૈરયિકોની જેમ પૃથ્વીકાયિકો સમ-આયુ, સમોપપન્નક છે.
જેમ પૃથ્વીકાયિકો છે, તેમ યાવત્‌ ચઉરિન્દ્રિયો છે. પંચેન્દ્રિય તિર્યંચયોનિકો પણ નૈરયિક માફક જાણવા. માત્ર ક્રિયામાં ભેદ છે.
ભગવન્‌! પંચેન્દ્રિય તિર્યંચયોનિકો બધાં સમાન ક્રિયાવાળા છે? ગૌતમ! આ કથન યોગ્ય નથી. –
એમ કેમ કહો છો? ગૌતમ! પંચેન્દ્રિય તિર્યંચયોનિકો ત્રણ ભેદે છે - સમ્યગ્‌દૃષ્ટિ, મિથ્યાદૃષ્ટિ, મિશ્રદૃષ્ટિ. તેમાં જે સમ્યક્‌દૃષ્ટિ છે તે બે ભેદે છે-અસંયત, સંયતાસંયત. તેમાં સંયતાસંયતો ત્રણ ક્રિયાઓ કરે છે - આરંભિકા, પરિગ્રહિકા, માયાપ્રત્યયા. અસંયતોને ચાર, મિથ્યાદૃષ્ટિને પાંચ અને મિશ્રદૃષ્ટિને પાંચ ક્રિયાઓ હોય છે.
મનુષ્યોને નૈરયિકવત્‌ જાણવા. વિશેષ એ - મોટા શરીરવાળા ઘણાં પુદ્ગલોને આહારે છે, કદાચિત્‌ આહારે છે. જેઓ નાના શરીરવાળા છે, તેઓ થોડા પુદ્ગલોને આહારે છે અને વારંવાર આહારે છે. બાકી નૈરયિકો માફક ‘વેદના’ સુધી જાણવું.
હે ભગવન્‌! બધાં મનુષ્યો સમાન ક્રિયાવાળા છે? ગૌતમ! આ કથન યોગ્ય નથી. - - શા માટે? ગૌતમ! મનુષ્યો ત્રણ પ્રકારે છે. - સમ્યગ્‌દૃષ્ટિ, મિથ્યાદૃષ્ટિ, મિશ્રદૃષ્ટિ. તેમાં જે સમ્યગ્‌દૃષ્ટિ છે તે ત્રણ ભેદે છે – સંયત, અસંયત, સંયતાસંયત. તેમાં જે સંયત છે તે બે ભેદે છે – સરાગ સંયત, વીતરાગસંયત. તેમાં જે વીતરાગસંયત છે તેઓ અક્રિય છે. જે સરાગ સંયત છે, તેઓ બે ભેદે છે - પ્રમત્ત સંયત અને અપ્રમત્ત સંયત.
જેઓ અપ્રમત્ત સંયત છે, તેઓ એક માયાપ્રત્યયા ક્રિયા કરે છે જેઓ પ્રમત્ત સંયત છે તેઓ બે ક્રિયાઓ કરે છે - આરંભિકા અને માયા પ્રત્યયા. જે સંયતાસંયત છે તેમને ત્રણ ક્રિયાઓ છે - આરંભિકી, પારિગ્રહિકી, માયા પ્રત્યયા. અસંયતો ચાર ક્રિયાઓ કરે છે - આરંભિકી, પારિગ્રહિકી, માયાપ્રત્યયા અને અપ્રત્યાખ્યાનક્રિયા. મિથ્યાદૃષ્ટિને પાંચે ક્રિયાઓ છે - આરંભિકી, પારિગ્રહિકી, માયાપ્રત્યયા, અપ્રત્યાખ્યાન, મિથ્યાદર્શનપ્રત્યયા. મિશ્રદૃષ્ટિઓને પણ પાંચે ક્રિયાઓ છે.
વાણવ્યંતર, જ્યોતિષ્ક, વૈમાનિકોને અસુરકુમારની જેમ જાણવા. વિશેષ એ કે વેદનામાં ભેદ છે. જ્યોતિષ્ક, વૈમાનિકમાં માયિ મિથ્યાદૃષ્ટિ ઉપપન્નકને અલ્પવેદના છે અને અમાયિ સમ્યગ્‌દૃષ્ટિ ઉત્પન્ન થયેલાને મહાવેદનતરક જાણવા.
ભગવન્‌! સલેશ્યક નૈરયિકો બધા સમાન આહારવાળા છે? ગૌતમ! સામાન્ય, સલેશ્ય અને શુક્લ લેશ્યાવાળાનો ત્રણેનો એક ગમ કહેવો. કૃષ્ણલેશ્યા અને નીલલેશ્યાવાળાનો એક ગમ કહેવો. વિશેષ આ - વેદનાથી માયિ મિથ્યાદૃષ્ટિ ઉત્પન્ન થયેલા અને અમાયિ સમ્યગ્‌દૃષ્ટિ ઉપપન્નકનો ભેદ જાણવો.
મનુષ્યોને ક્રિયામાં સરાગ-વીતરાગ-પ્રમત્ત-અપ્રમત્ત ન કહેવા. કૃષ્ણલેશ્યામાં પણ આ જ ગમ છે. વિશેષ એ કે નૈરયિકોને ઔઘિક દંડકની જેમ કહેવા. જેઓને તેજોલેશ્યા અને પદ્મલેશ્યા હોય તેમને ઔઘિક દંડકની જેમ કહેવા. વિશેષ એ કે તેમાં સરાગ, વીતરાગ ન કહેવા.
[૨૮] કર્મ અને આયુ જો ઉદીર્ણ હોય તો વેદે છે. આહાર, કર્મ, વર્ણ, લેશ્યામાં સમપણું પૂર્વે કહ્યા મુજબ જાણવું.

Linked texts (1)